Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

ફિર એક બાર ટ્રૂડો સરકારઃ કેનેડામાં જસ્ટિનનો જાદુ, ત્રીજી વાર બનશે PM, જોકે બહુમતથી દૂર

જસ્ટિન ટ્રુડોની પાર્ટી ૧૪૮ બેઠકો પર આગળ છેઃ ટ્રુડોએ પોતાના દમ પર વિજય મેળવ્યોઃ વિપક્ષે બહુ વિરોધ કર્યો પરંતુ કોઈ ફાયદો ન થયો

ટોરેન્ટો, તા.૨૧: કેનેડાના લોકો ચૂંટણીમાં પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટીને જીતતો અપાવી પણ મોટાભાગની બેઠકો પર મોટી જીતની આશાઓ સાકાર થઈ નથી. લિબરલ પાર્ટીએ કોઈપણ પાર્ટીની સૌથી વધુ બેઠકો જીતી છે. લિબરલ પાર્ટી ૧૪૮ બેઠકો પર આગળ છે જયારે કન્ઝર્વેટિવ પાર્ટી ૧૦૩ બેઠકો પર આગળ છે, બ્લોક કયુબેકોઇસ ૨૮ અને ડાબેરી ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી ૨૨ બેઠકો પર આગળ છે.

ટ્રુડોએ ૨૦૧૫ ની ચૂંટણીમાં તેમના સ્વર્ગસ્થ પિતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન પિયર ટ્રુડોની લોકપ્રિયતા પર ભરોસો રાખ્યો હતો અને ચૂંટણી જીતી હતી. પછી છેલ્લી બે ચૂંટણીમાં પક્ષનું નેતૃત્વ કરતી વખતે, તેમણે પક્ષને પોતાના દમ પર વિજય અપાવ્યો. ઉલ્લેખનીય છે  કે, વિપક્ષે ટ્રુડો પર પોતાના ફાયદા માટે સમયથી ૨ વર્ષ પહેલા ચૂંટણી યોજવાનો આરોપ લગાવી રહ્યો છે. ટ્રુડોએ દાવો કર્યો હતો કે કેનેડિયનો રોગચાળા દરમિયાન કન્ઝર્વેટિવ પાર્ટીની સરકાર ઈચ્છતા નથી. કેનેડા અત્યારે વિશ્વના એવા દેશોમાંનો એક છે કે જયાં મોટાભાગના નાગરિકોને સંપૂર્ણ રસીકરણ આપવામાં આવ્યું છે.

ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (એનડીપી) માટે અભિયાન સરળ હતું. તેમણે સામાન્ય મુદ્દાઓ ઉઠાવવા અને તમામ સંભવિત સમયે ટ્રુડો પર હુમલો કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. એનડીપીએ જગમીત સિંહની લોકપ્રિયતાનો ભરપૂર ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેમની પાર્ટીએ જાહેરાતોમાં, પ્રચાર દરમિયાન અને નેતાઓના વાદ-વિવાદ દરમિયાન વડાપ્રધાન પર વારંવાર હુમલો કર્યો હતો, પરંતુ તેનાથી પાર્ટીને બહુ ફાયદો થયો હોય તેવું લાગતું નથી.

(3:26 pm IST)