Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

આયુર્વેદે દારૂને ગણાવી દવાઃ રેડ વાઇનથી મળી શકે છે લાંબુ જીવન

નવી દિલ્હી, તા.૨૧: આયુર્વેદ શરાબને એક દવાનારૂપે જુએ છે અને સલાહ આપે છે કે તેનુ સેવન ઓછી માત્રામાં કરવું જોઇએ. સામાન્ય રીતે દારૂની મુત્રવર્ધક પ્રકૃતિના કારણે શરીર પર ગરમ અને સુકવનારી અસર પડે છે. આયુર્વેદ દારૂનું સેવન કરનારાઓને કેટલીક વાતોને ધ્યાનમાં લેવાની સલાહ આપે છે.

વાતઃ ડાયેટમાં એર કવોલીટીના એકસેઝને જોડવા માટે નોન-કાર્બોનેટેડ વાઇનને પસંદ કરવો જોઇએ અને શેમ્પેઇન અને મોસ્કેટો જેવા દારૂ ના પીવા જોઇએ. તેના બદલે મીઠા અને ફલેટ વાઇનની પસંદગી કરવી જોઇએ.

પીત્તઃ પહેલાથી જ ગરમ અને શષ્ક સ્વભાવવાળી વ્યકિતએ શરાબનું સેવન સાવધાનીપુર્વક કરવું જોઇએ. જો વાઇન સેવન કરી રહ્યા હો તો ૨ થી ૪ ઔંસનું લક્ષ્ય નક્કી કરો. આવા લોકોએ કડવો અથવા તુરો વાઇન પીવો જોઇએ.

કફઃ રેડવાઇન સુસ્ત કફ પાચનતંત્ર માટે એક ઉપયોગી પીણું છે. રેડવાઇનની ગરમી પાચનતંત્રની આગને હળવી કરવામાં મદદ કરી શકે છે અને સાથે જ શરીરમાંના વધારાના ભેજને પણ સુકવી શકે છે.

કેટલું પીણું: જો તેમ વાઇનનું સેવન કરતા હોય તો આયુર્વેદ તમને બહુ જ થોડી માત્રામાં પીવાની સલાહ આપે છે. વાઇનનો સ્ટાન્ડર્ડ આયુર્વેદિક ગ્લાસ ૨-૪ ઔંસ (૭૦ થી ૧૧૦ મીલી)ની સલાહ આપે છે જે અમેરિકન ડાયેટ્રી ગાઇડલાઇનના પ ઔંસથી બહુ ઓછું છે.

(3:48 pm IST)