Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીને બદલાઈ તેવી ચર્ચા : મહિલાને સીએમપદનો તાજ પહેરાવાશે

2024માં ઉત્તરાખંડમાં નુકસાન ખાળવા માટે ભાજપ હાઈકમાન્ડ દ્વારા મુખ્યમંત્રી બદલવામાં આવે તેવી ચર્ચાઓએ જોર પકડયું

ઉત્તરાખંડમાં પુષ્કરસિંહ ધામી નબળા પડતા હોવાની ચર્ચા વચ્ચે 2024માં ઉત્તરાખંડમાં નુકસાન ખાળવા માટે ભાજપ હાઈકમાન્ડ દ્વારા મુખ્યમંત્રી બદલાય તેવી ચર્ચાઓએ જોર પકડયું છે.

  ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીને બદલવામાં આવે તેવી શક્યતાઓની ચર્ચાઓ શરૂ થઈ છે. શિક્ષક બહાલીથી લઈને સરકારી નોકરીઓમાં થયેલી ભરતીઓની ગડબડ સહીતની અન્ય કેટલીક ગેરરીતિને લઈને ચર્ચાઓ વચ્ચે ઉત્તરાખંડ ભાજપના ઘણાં નેતાઓ તેમની વિરુદ્ધ થઈ ગયા છે. આ સિવાય પુષ્કરસિંહ ધામીની પ્રદેશ ભાજપ અને ધારાસભ્યો પર સારી પકડ નથી. તેના કારણે 2024માં ભાજપને ઉત્તરાખંડમાં નુકસાન ઉઠાવવું પડે તેવો અંદેશો છે

  ઉત્તરાખંડ ભાજપની પાસે મુખ્યમંત્રી પદના ઘણાં દાવેદાર છે. પરંતુ કોઈ જૂના નેતાને કમાન સોંપવામાં આવે તેવી સંભાવના ઓછી છે. એવી પણ અટકળો છે કે ઉત્તરાખંડમાં અત્યાર સુધી મહિલા મુખ્યમંત્રી બન્યા નથી. તેથી મહિલાને રાજ્યની કમાન સોંપવામાં આવે તેવી સંભાવના છે. આ સિવાય દેશભરમાં એક ડઝનથી વધારે રાજ્યમાં ભાજપની સરકાર છે અને એકપણ રાજ્યમાં મહિલા મુખ્યમંત્રી નથી. તેથી ભાજપ ઉત્તરાખંડથી એક મેસેજ આપે તેવી સંભાવના છે.

(10:00 am IST)