Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

બ્રિટન : સ્‍મેથવિકમાં દુર્ગા મંદિરની બહાર ભારે હોબાળો

બોટલો ફેંકીને કરાયો વિરોધ : સ્‍થિતિ કાબુમાં

નવી દિલ્‍હી તા. ૨૧ : ઇંગ્‍લેન્‍ડના સ્‍મેથવિકમાં સ્‍પાન લેન સ્‍થિત મંદિરની બહાર ભારે હોબાળો થયો હતો. મળતી માહિતી મુજબ મંદિરમાં એક સંપ્રદાયના લગભગᅠ૨૦૦ᅠલોકો એકઠા થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન બોટલો પણ ફેંકવામાં આવી હતી. જો કે પોલીસે તુરંત જ પરિસ્‍થિતિને કાબુમાં લીધી હતી. લોકોને ત્‍યાંથી વિખેરવામાં આવી રહ્યા છે.

સ્‍થાનિક મીડિયા અનુસાર,ᅠસોશિયલ મીડિયા પર એક માહિતી શેર કરવામાં આવી હતી,ᅠજેમાં કહેવામાં આવ્‍યું હતું કે સ્‍પાન લેન પર દુર્ગા ભવન મંદિરની બહાર એક મેળાવડો યોજાવાનો છે. જોકે,ᅠપૂર્વ શાંતિપૂર્ણ વિરોધનું એલાન આપવામાં આવ્‍યું હતું. આ પછી મુસ્‍લિમ સમુદાયના સેંકડો લોકો ત્‍યાં એકઠા થયા હતા. હંગામાની સ્‍થિતિને જોતા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્‍થળે મોટી સંખ્‍યામાં પોલીસ દળ તૈનાત છે.

સ્‍થાનિક મીડિયા બર્મિંગહામ વર્લ્‍ડ અનુસાર,ᅠપ્રદર્શન દરમિયાન અશાંતિ બાદ હિન્‍દુ અને મુસ્‍લિમ સમુદાયના લોકોએ તેની નિંદા કરી છે. સાથે જ કહ્યું કે આવી ઘટના ન બને. વેસ્‍ટ મિડલેન્‍ડ્‍સમાં હિન્‍દુ અને મુસ્‍લિમ સમુદાયના લોકોએ વિરોધ સામે અવાજ ઉઠાવ્‍યો હતો. તેમણે કહ્યું કે અમે ઈચ્‍છીએ છીએ કે સંવાદિતા જળવાઈ રહે.

ᅠસાથે જ મંદિરના પૂજારી તરફથી કહેવામાં આવ્‍યું છે કે અમે સારા લોકો છીએ. ખોટા આક્ષેપો કરવામાં આવ્‍યા છે. અમારા મંદિરમાં તમામ સમુદાયના લોકો આવે છે. અહીં સ્‍થિતિ બગાડવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. પરંતુ અમારી તરફથી કોઈ સમસ્‍યા નથી. બીજી તરફ,ᅠઇમામ જૂથના પ્રમુખ અને સેન્‍ડવેલમાં બહુ-ધર્મ જૂથના પ્રમુખ રાગીહ મુફલિહીએ જણાવ્‍યું હતું કે તમામ ધર્મોના નેતાઓ કોઈ અપ્રિય પરિસ્‍થિતિ ફેલાવવા દેશે નહીં.

સ્‍કાય ન્‍યૂઝ અનુસાર મંદિરની બહાર લગભગᅠ૨૦૦ᅠલોકો એકઠા થયા હતા. કેટલાક દેખાવકારોએ બોટલો ફેંકી હતી. જેના કારણે સ્‍થિતિ ખૂબ જ સંવેદનશીલ બની હતી. જોકે,ᅠપોલીસે પરિસ્‍થિતિને બગડવા દીધી ન હતી. હવે સ્‍થિતિ નિયંત્રણમાં હોવાનું કહેવાય છે.

મંદિરની બહાર એકત્ર થયેલા વિરોધીઓ પ્રવક્‍તા દ્વારા મંદિરમાં આયોજિત થનારા કાર્યક્રમનો વિરોધ કરી રહ્યા હતા. જોકે બાદમાં આ કાર્યક્રમ રદ કરવામાં આવ્‍યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે જે વક્‍તા કાર્યક્રમમાં ભાષણ આપવાના હતા તેમના પર અન્‍ય સમુદાયો વિરૂદ્ધ વિવાદાસ્‍પદ ટિપ્‍પણી કરવાનો આરોપ છે. જેના કારણે તે વિરોધીઓના નિશાના પર હતો.

(10:25 am IST)