Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

તૂટી ગયેલા રસ્‍તાઓ પર દુલ્‍હનનો ફોટોશૂટ સોશ્‍યલ મીડિયા પર ધૂમ મચાવે છે વિડિયો

ક્‍લિપમાં લાલ સાડી પહેરેલી દુલ્‍હન ખાડાથી ભરેલા માર્ગ પર ચાલે છે : ક્‍લિપને ઈન્‍સ્‍ટાગ્રામ પર ૪.૧ મિલિયન કરતાં વધારે વખત જોવામાં આવી છે અને ૩.૬ લાખ લાઈક્‍સ મળી ચુકી છે

નવી દિલ્‍હી,તા. ૨૧ : વેડિંગ ફોટોગ્રાફર સામાન્‍ય રીતે તેના વિષયોને યોગ્‍ય ફ્રેમમાં કેદ કરવા માટે અનેક પ્રકારના પ્રયત્‍ન કરતાં હોય છે. પણ કેરળમાં એક ફોટોગ્રાફર દ્વારા કરવામાં આવેલા પ્રયત્‍નો હવે ઈન્‍ટરનેટ પર ચર્ચામાં આવી ગયા છે. સામાન્‍ય રીતે લગ્ન માટે ફોટોશૂટ સુંદર સ્‍થળોના બેગ્રાઉન્‍ડમાં કેપ્‍ચર કરવામાં આવે છે, પણ અહીં ફોટોશૂટ એક દુલ્‍હનને બિસ્‍માર અને ખાડાથી ભરેલા માર્ગ પર નેવિગેટ કરતો જોવા મળે છે.

ક્‍લિપમાં લાલ સાડી પહેરેલી દુલ્‍હન ખાડાથી ભરેલા માર્ગ પર ચાલે છે. આ ક્ષણને એક ફોટોગ્રાફર કેદ કરતો દેખાય છે. જયારે તેની આજુબાજુ લોકોની અવર-જવર રહે છે, આ મહિલા સ્‍માઈલ સાથે પોઝ આપે છે.

ક્‍લિપને ઈન્‍સ્‍ટાગ્રામ હેન્‍ડલ એરો_વેડિંગકંપની દ્વારા શેર કરવામાં આવી હતી. રસ્‍તા વચ્‍ચે દુલ્‍હનનો ફોટોશૂટે, ક્‍લિપ વાંચવામાં આવે છે. ૧૧ સપ્‍ટેમ્‍બરના રોજ શેર કર્યાં બાદ ક્‍લિપને ઈન્‍સ્‍ટાગ્રામ પર ૪.૧ મિલિયન કરતાં વધારે વખત જોવામાં આવી છે અને ૩.૬ લાખ લાઈક્‍સ મળી ચુકી છે.

તાજેતરમાં જ એક મલયાલમ ફિલ્‍મ, ‘નના થાન કેસ કોડુ'ના પોસ્‍ટરે સોશિયલ મીડિયા પર રાજય સરકારને અનેક સમર્થકોએ વ્‍યંગાત્‍મક ટેગલાઈનથી પરેશાન કરી દીધી છે.- ‘ થિયેટરના રસ્‍તામાં ખાડા છે, પણ તેમ છતાં કૃપા કરી આવો'

અત્રે ઉલ્લેખનીય છે કે રાજયમાં ભારે વરસાદ બાદ અનેક શહેરો અને ગામડાઓમાં જાહેર રસ્‍તાઓની સ્‍થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. લોકો ખરાબ રસ્‍તાને લીધે ખૂબ જ પરેશાન છે તેમ જ હાઈકોર્ટ દ્વારા પણ આકરી ટિપ્‍પણી કરવામાં આવી છે.

 કેરળ હાઈકોર્ટે તાજેતરમાં જ રાજયમાં માર્ગોની ખરાબ સ્‍થિતિ અને ખરાબ રસ્‍તાને લીધે સર્જાતી દુર્ઘટનાને લીધે થતા મોતની સંખ્‍યા અંગે સરકારની ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે સરકારને પૂછ્‍યું હતું રસ્‍તા પરના ખાડાને ભરતા પહેલા કેટલા લોકોએ મરવું જોઈએ.

(10:41 am IST)