Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

ઉલટી ગંગા : ભારતમાં હિજાબ ઉપર પ્રતિબંધ વિરુદ્ધ દેખાવો જયારે ઈરાનમાં હિજાબ દૂર કરવા માટે દેખાવો : મુસ્લિમોની બહુમતી ધરાવતા રાષ્ટ્રમાં હિજાબ દૂર કરવા મહિલાઓ રણચંડી બની : દેખાવો કરી રહેલી મહિલાઓ ઉપર ગોળીબાર કરાતા 3 ના મોત

તહેરાન : તાજેતરમાં ઉલટી ગંગા સમાન કિસ્સો બન્યો છે. જે મુજબ મુસ્લિમોની બહુમતી ધરાવતા રાષ્ટ્ર ઈરાનમાં મહિલાઓ માટે હિજાબ પહેરવો ફરજીયાત હોય તેના વિરોધમાં મહિલાઓ રણચંડી બની છે. મહિલાઓએ કરેલા દેખાવો દરમિયાન પરિસ્થિતિ કાબુમાં લેવા પોલીસે ગોળીબાર કરતા 3 મહિલાઓના મોત થયા છે.જયારે ભારતમાં લઘુમતી મુસ્લિમ કોમની મહિલાઓ માટે કોલેજમાં હિજાબ ઉપર પ્રતિબંધમુકવામાં આવતા તેઓ સુપ્રીમ કોર્ટમાં ગઈ છે.

ઈરાનમાં હિજાબ વિરુદ્ધ મહિલાઓનું આંદોલન હવે ઉગ્ર સ્વરૂપ લઈ રહ્યું છે. તેહરાન ઉપરાંત અનેક શહેરોમાં મહિલા આંદોલન તેજ થયું છે અને આ દરમિયાન કુર્દીસ્તાનમાં સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ત્રણ લોકોના મોત થયા છે. તબિયત બગડવાના કારણે પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામેલી મહસા અમીની નામની 22 વર્ષની યુવતી આ પ્રાંતની રહેવાસી હતી. આવી સ્થિતિમાં કુર્દીસ્તાનમાં હલચલનો સમયગાળો વધુ તેજ થઈ ગયો છે. ઈરાનમાં મહિલાઓ માટે કડક ડ્રેસ કોડ છે. આ પ્રતિબંધો 1979ની ઈરાની ક્રાંતિ પછી લાદવામાં આવ્યા હતા. જોકે 40 વર્ષ પહેલા અન્ય દેશોની જેમ ઈરાનમાં પણ મહિલાઓને ઘણી સ્વતંત્રતા હતી.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(12:36 pm IST)