Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

હિન્દૂ મંદિરો પરના હુમલા ચલાવી નહીં લેવાય : મોદી સરકાર આકરા પાણીએ : યુકે અને કેનેડા પ્રત્યે કડક વલણ દાખવવાનો નિર્ણય : શીખ કટ્ટરપંથીઓ પર પણ વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકર તથા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલની કડી નજર

ન્યુદિલ્હી : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર યુકે અને કેનેડામાં શીખ કટ્ટરવાદની વધતી જતી ઘટનાઓ, મંદિરો પર થઇ રહેલા હુમલાઓ અને હિંદુ પ્રતીકોની તોડફોડની ઘટનાઓ પર નજીકથી નજર રાખી રહી છે. મોદી સરકારે બંને દેશોમાં આ ભારત વિરોધી ઘટનાઓનો જવાબ આપવાનું નક્કી કર્યું છે. વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે બંને દેશોની ઘટનાઓની નોંધ લીધી છે.

આ અંગે ટૂંક સમયમાં બંને દેશોને સંદેશ મોકલવાનું પણ વિચારાઈ રહ્યું છે. લેસ્ટરમાં ભારતીય સમુદાય સામે થયેલી હિંસા પર ભારતે સખત વિરોધ વ્યક્ત કર્યો છે. આ અંગે યુકે સત્તાવાળાઓ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સરકારે એ પણ નોંધ્યું છે કે કેવી રીતે બ્રિટિશ સુરક્ષા એજન્સીઓ અલગતાવાદને પ્રોત્સાહન આપવા શીખ કટ્ટરપંથીઓ દ્વારા ભંડોળ એકત્ર કરવાની અવગણના કરી રહી છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(12:54 pm IST)