Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

રાહુલે કેરળના મડવાણાથી ભારત જોડો યાત્રા ફરી શરૃ કરીઃશ્રી નારાયણ ગુરુને શ્રદ્ધાંજલિ આપી

કોંગ્રેસની ભારત જોડો યાત્રાનો આજે ૧૪મો દિવસઃ સચિન પાયલટ જોડાયા

કોચી, તા.૨૧ઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે બુધવારે ભારત જોડો યાત્રાના ૧૪માં દિવસે સમાજ સુધારક મડવાણાથીશ્રી નારાયણ ગુરુને પુષ્પાંજલિ અર્પણ કરી શરૃઆત કરી હતી.

વાયનાડના સાંસદ રાહુલ સાથે કોંગ્રેસના નેતા સચિન પાયલટ પણ જોડાયા હતા. રાહુલ ગાંધીએ ટ્વિટ કરેલ કે, ૅદિવસની પ્રેરણાદાયક શરૃઆત. મહાન આધ્યાત્મિક નેતા, ફિલસૂફ અને સમાજ સુધારક, શ્રી નારાયણ ગુરુને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું જેમના સમાનતાના ઉપદેશો ્નગ્ત્ર્ર્ીર્શ્વીદ્દથ્ંફુંળ્ર્ીદ્દર્શ્વી ના વિચારની ચાવી છે.

પદયાત્રા સવારે ૬.૪૫ વાગ્યે મડવાનાથી શરૃ થઈ અને યાત્રીઓ સવારે ૧૩ કિલોમીટર એડાપલ્લી સુધી ચાલશે. સચિન પાયલટ પણ આજે યાત્રામાં જોડાયા હતા. ખ્ત્ઘ્ઘ્ના જનરલ સેક્રેટરી ઈન્ચાર્જ કોમ્યુનિકેશન્સ જયરામ રમેશે ટ્વીટ કર્યું.

દિવસની યાત્રાનો બીજો તબક્કો કલામસેરી મ્યુનિસિપલ ઓફિસથી સાંજે ૫ વાગ્યે શરૃ થશે અને પરાવૂર જંકશન પર સમાપ્ત થશે.કોંગ્રેસની ભારત જોડો યાત્રા ૧૫૦ દિવસમાં ૩,૫૭૦ કિલોમીટરનું અંતર કાપશે. તે તામિલનાડુના કન્યાકુમારીથી ૭ સપ્ટેમ્બરે શરૃ થઈ હતી અને જમ્મુ અને કાશ્મીરમાં સમાપ્ત થશે.

૧૦ સપ્ટેમ્બરની સાંજે કેરળમાં પ્રવેશેલી આ યાત્રા ૧ ઓકટોબરે કર્ણાટકમાં પ્રવેશતા પહેલા ૧૯ દિવસના સમયગાળામાં સાત જિલ્લાઓને સ્પર્શીને ૪૫૦ કિમીનું અંતર કાપીને રાજ્યમાંથી પસાર થશે.

(1:59 pm IST)