Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

PM-CARES ફંડમાં ટ્રસ્ટી તરીકે રતન ટાટાની નિમણુંક : સુધા મૂર્તિ સલાહકાર જૂથમાં : સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ કેટી થોમસ, પૂર્વ ડેપ્યુટી સ્પીકર કારિયા મુંડા અને ઉદ્યોગપતિ રતન ટાટા ટ્રસ્ટી તરીકે પીએમ કેર્સ ફંડમાં જોડાયા

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ કેટી થોમસ, ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર કારિયા મુંડા અને ઉદ્યોગપતિ રતન ટાટા ટ્રસ્ટી તરીકે પીએમ કેર્સ ફંડમાં જોડાયા છે.

ગઈકાલ  મંગળવારે ઉદ્યોગપતિ રતન ટાટા સહિત અનેક લોકોને ટ્રસ્ટી બનાવવામાં આવ્યા હતા. તે જ સમયે, સુધા મૂર્તિને સલાહકાર જૂથમાં સામેલ કરવામાં આવ્યા  છે. ગુરુવારે વડા પ્રધાન કાર્યાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ અને નવા નામાંકિત ટ્રસ્ટીઓએ હાજરી આપી હતી.

મીટિંગ દરમિયાન પીએમ મોદીએ કેર્સ ફંડમાં યોગદાન આપવા બદલ ભારતીયોની પ્રશંસા કરી હતી. મીટીંગ દરમિયાન ફંડની મદદથી લેવાયેલ પહેલો વિશે માહિતી આપવામાં આવી હતી. પીએમ એ કહ્યું હતું કે નવા ટ્રસ્ટીઓ અને સલાહકારોના આગમનથી પીએમ કેર્સ ફંડના કામને એક નવો પરિપ્રેક્ષ્ય મળશે.


સલાહકાર જૂથમાં ભૂતપૂર્વ CAG રાજીવ મેહર્ષિ, ઈન્ફોસિસ ફાઉન્ડેશનના ભૂતપૂર્વ ચેરપર્સન સુધા મૂર્તિ, ભૂતપૂર્વ ઈન્ડીકોર્પ્સ અને પીરામલ ફાઉન્ડેશનના સીઈઓ આનંદ શાહનો સમાવેશ થાય છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(2:34 pm IST)