Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

દેહરાદૂનની શાન સમાન LIC બિલ્ડિંગ જમીનદોસ્ત કરાશે ? :કોનોટ પ્લેસ સ્થિત એલઆઈસી બિલ્ડીંગમાં આવેલી દુકાનો અને રહેણાંક વિભાગ આજથી ખાલી કરાવવાની તૈયારીઓ શરૂ

દેહરાદૂન :દેહરાદૂનના ચકરાતા રોડ પર કનોટ પ્લેસ સ્થિત આવેલી શહેરની શાન સમાન પરંતુ જર્જરિત થઇ ગયેલી એલઆઈસી બિલ્ડીંગમાં આજે કાર્યવાહી કરવામાં આવશે જે મુજબ કોર્ટે આજથી દુકાનો તથા રહેણાંક વિભાગ ખાલી કરવાનો આદેશ આપ્યો છે. જે અંગે કાર્યવાહીની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

તહસીલદાર સોહન સિંહ રંગડે જણાવ્યું કે તેઓ સવારે 11 વાગ્યે એલઆઈસીની કાર્યવાહી માટે ઉપલબ્ધ થશે. બીજી તરફ એસપી સિટી સરિતા ડોબલે જણાવ્યું કે પોલીસને પણ કાર્યવાહી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે દેહરાદૂનના ચકરાતા રોડ પર કનોટ પ્લેસ ખાતે આવેલી LIC બિલ્ડીંગ જર્જરિત બિલ્ડીંગ કેટેગરીમાં છે. એલઆઈસી લાંબા સમયથી તેને ખાલી કરાવવાનો પ્રયાસ કરી રહી છે. પ્રથમ તબક્કામાં 14 મિલકતો (આવાસ અને દુકાનો) ખાલી થવાની છે. આ અંગે સુપ્રીમ કોર્ટનો આદેશ આવ્યો છે. આ સંદર્ભે ભૂતકાળમાં 21 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી હતી. બીજી તરફ કાર્યવાહીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ બિલ્ડીંગમાં હટાવવામાં આવતા લોકો પરેશાન છે.

સરકારે LIC બિલ્ડિંગમાં રહેતા લોકોનું પુનર્વસન કરવું જોઈએ: આકાશ
CPI(M) એ મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીને એક મેમોરેન્ડમ મોકલીને માંગણી કરી છે કે LIC બિલ્ડિંગમાં રહેતા લોકોના વિસ્થાપન માટે વ્યવસ્થા કરવામાં આવે.

સેક્રેટરી CPM દેહરાદૂન અનંત આકાશે જણાવ્યું હતું કે અગાઉ પણ ચકરાતા રોડને પહોળો કરવા દરમિયાન અસરગ્રસ્તોને ઘંટાઘર સ્થિત MDDA કોમ્પ્લેક્સમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ડિસ્પેન્સરી રોડ અને તહેસીલ ચોકમાંથી અસરગ્રસ્તોને રાજીવ કોમ્પલેક્ષમાં ખસેડવામાં આવ્યા હતા. તેવી જ રીતે એલઆઈસી બિલ્ડીંગમાં રહેતા લોકો અને ધંધાર્થીઓને વિસ્થાપિત કરવાની માંગ ઉઠી છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(2:35 pm IST)