Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

ડિઝલનો ભાવ વધતા હવે દુધ-દહીંના પણ ભાવ વધારવા પડશેઃ મધર ડેરી દ્વારા જાહેરાત કરાતા ગ્રાહકોમાં ચિંતા પ્રસરી

વર્તમાન નાણાકીય વર્ષમાં દુધ અને ડેરી પ્રોડક્ટની માંગમાં ૧૫ ટકાનો વધારોઃ મેનેજમેન્ટ ડિરેક્ટર મનીષ બંદલીશ

નવી દિલ્હીઃ મધર ડેરી દ્વારા આગામી દિવસોમાં ડિઝલના ભાવમાં વધારો થતા દુધ તથા ડેરી પ્રોડક્ટની વસ્તુઅોમાં ભાવ વધારવાની શક્યતા છે.
ડેરી પ્રોડક્ટનો વેપાર કરનારી કંપની મધર ડેરી આગામી કેટલાક મહિનામાં દૂધ-દહીના ભાવ વધારી શકે છે. એવા સંકેત કંપનીના અધિકારી તરફથી આપવામાં આવ્યા છે. મધર ડેરીએ તાજેતરમાં દૂધ-દહી, છાછ વગેરેના ભાવમાં વધારો કર્યો હતો. તેની પાછળ ખર્ચના વધારાનો હવાલો આપવામાં આવ્યો હતો. એમ પણ કહેવામાં આવ્યુ હતુ કે ડીઝલના ભાવ વધતા ખર્ચ વધ્યો છે, જેને કારણે રેટ વધારવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. કંપનીનું એમ પણ કહેવુ છે કે દૂધ-દહી જેવી ડેરી પ્રોડક્ટના ભાવમાં વધારાનો ફાયદો તે ખેડૂતોને પણ જાય છે જે મધર ડેરીને પોતાનો માલ વેચે છે.
આ સાથે જ મધર ડેરીએ આશા વ્યક્ત કરી છે કે વર્તમાન નાણાકીય વર્ષમાં તેના વેચાણમાં 20 ટકાનો વધારો થઇ શકે છે અને ટર્ન ઓવર 15 હજાર કરોડ રૂપિયા સુધી જઇ શકે છે. મધર ડેરી દૂધ અને ડેરી પ્રોડક્ટ સિવાય ફળ અને શાકભાજીનો પણ વેપાર કરે છે. મધર ડેરી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની સબસિડરી કંપની છે જેને વર્ષ 2021-22માં 12,500 કરોડ રૂપિયાનું વેચાણ કર્યુ હતુ.
મધર ડેરીના મેનેજમેન્ટ ડિરેક્ટર મનીષ બંદલીશ વેચાણમાં વધારા વિશે કહે છે, વર્તમાન નાણાકીય વર્ષમાં દૂધ અને ડેરી પ્રોડક્ટની માંગમાં 15 ટકાનો વધારો જોવા મળ્યો છે જેનો ફાયદો મધર ડેરીને મળશે. મધર ડેરીના 70 ટકા વેપાર દૂધ અને ડેરી પ્રોડક્ટથી જ થાય છે. બંડલીશ કહે છે કે આ વર્ષે આઇસક્રીમનું વેચાણ પણ બંપર રહેવાની આશા છે કારણ કે કોરોનામાં તેનો બિઝનેસ બિલકુલ ઠપ હતો. સ્વાસ્થ્ય બગડવાના ડરથી લોકોએ આઇસક્રીમ ખરીદવાનું બંધ કરી દીધુ હતુ. ગત બે વર્ષમાં તેનુ વેચાણ ઘટી ગયુ હતુ.
મધર ડેરીના એમડી અનુસાર, ફળ, શાકભાજી અને ખાદ્ય તેલના બિઝનેસમાં 30 ટકાનો ગ્રોથ જોવા મળી રહ્યો છે. તે માને છે કે ઇ-કોમર્સ કંપનીઓ સાથે મધર ડેરીનો મુકાબલો ચે અને કેટલાક પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. આ તમામ વાતો છતા ફળ, શાકભાજી અને ખાદ્ય તેલનો બિઝનેસ દમદાર રહ્યો છે.

(5:29 pm IST)