Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

મહિલાની જાણ બહાર તેના ફોટા પાડવા કે શેર કરવામાં આવે તો ૩ વર્ષની જેલ અને ઍક લાખના દંડની જોગવાઇ

ચંદીગઢ યુનિવર્સિટીના વીડિયોના સંદર્ભમાં અલ્હાબાદ હાઇકોર્ટના ઍડવોકેટ દિનેશકુમારસિંહનું તારણ

ચંદીગઢઃ મહિલાઅોની જાણ બહાર તેના ફોટા કે શુટીંગ કરાય તો ૩ વર્ષની જેલ અને ઍક લાખના દંડની જાગવાઇ હોવાનું અલ્હાબાદ હાઇકોર્ટના ઍડવોકેટે જણાવ્યું છે.
ચંદીગઢ યૂનિવર્સિટીમાં 16 સપ્ટેમ્બરે કેટલીક છોકરીઓનો સ્નાન કરતો વીડિયો વાયરલ થયાનો મામલો સામે આવ્યો હતો. આ ઘટના પછી યૂનિવર્સિટી કેમ્પસમાં સ્ટૂડન્ટે વિરોધ પ્રદર્શન કર્યું. કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટના ઘટ્યા પછી હવે છાત્રાઓમાં ડરનો માહોલ છે અને એનેક વિદ્યાર્થીનીઓને તેમના ઘરે પરત બોલાવવાનું શરૂ થઈ ગયું છે.
આવો જાણીએ કે આવી રીતની એક્ટિવિટીના સંબંધમાં ભારતીય બંધારણમાં શું જોગવાઈ છે. આવું કરનારા અપરાધીઓને કેવી રીતની સજા થઈ શકે છે.
ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ (આઇટી એક્ટ- 2000)
ભારતીય બંધારણમાં સામેલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ (IT Act-2000)માં અનેક ધારાઓ છે, જે આવા કેસોમાં ડાયરેક લાગૂં થાય છે. જેમાં પોલીસને હસ્તક્ષેપ કરવાનો અને કાર્યવાહી કરવાનો અધિકાર છે.
અલ્હાબાદ હાઈકોર્ટમાં એડવોકેટ દિનેશ કુમાર સિંહે જણાવ્યું હતુ કે ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ કલમ 66એ અનુસાર કોઈપણને બતાવ્યા વગર અથવા કોઈ મહિલાની જાણ બહાર તેમનો ફોટો પાડવો, તેને શેર કરવો અથવા પબ્લિશ કરવો અપરાધ છે, જેમાં દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ હેઠળ અપરાધીઓને ત્રણ વર્ષની સજા અને એક લાખનો દંડ થઈ શકે છે.
જો કોઈ મહિલાઓ સાથે સંબંધિત આપત્તિજનક વીડિયો/કન્ટેન્ટ ટેકનોલોજી દ્વારા અથવા સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રસારિત કરે છે તો આમાં ધારા 67 લાગૂં થશે. જે હેઠળ આરોપીને ત્રણ વર્ષની સજા અને પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
તેમણે આગળ જણાવ્યું કે જો આરોપી ફરીથી આવી રીતના અપરાધમાં સામેલ થાય છે તો તે સજા વધીને પાંચ વર્ષની થઈ જશે અને દંડ 10 લાખ આપવો પડશે. ચંદીગઢ યૂનિવર્સિટી કેસમાં પણ આ કલમો હેઠળ જ કેસ નોંધવામાં આવ્યો છે.
તે ઉપરાંત આરોપી જાણીજોઈને કોઈ પ્રાઈવસી ભંગ કરશે, સહમતિ વગર પ્રાઈવેટ પાર્ટની તસવીર લઈને શેર/પબ્લિશ કરશે તો અહીં પર આઈટી એક્ટ ધારા 66-ઈ લાગૂ થશે. જે હેઠળ ત્રણ વર્ષની જેલની સજા અને બે લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે.
ભારતીય દંડ સંહિતા – 1860
એડવોકેટ દિનેશ કુમાર સિંહે જણાવ્યું કે ભારતીય દંડ સંહિતાની 1860ની ધારા 354-સી અનુસાર દ્રશ્યરતિકાને અપરાધ જાહેર કર્યો છે. તે હેઠળ જો કોઈ મહિલાને નહાતા, કપડા બદલતા અથવા અન્ય આપત્તિજનક સ્થિતિમાં / પ્રાઈવેટ તસવીર લેવામાં આવે છે તો તે આરોપ 357-સી કેટેગરીમાં આવે છે.
આમાં દોષીત સાબિત થયેલા આરોપી વિરૂદ્ધ કાર્યવાહી કરતાં ઓછામાં ઓછી એક વર્ષ અને વધારેમાં વધારે ત્રણ વર્ષની સજા થઈ શકે છે. જો આરોપી ફરીથી આવું કરે છે તો અપરાધ કરે છે તો ઓછામાં ઓછા ત્રણ વર્ષની અને વધારેમાં વધારે સાત વર્ષની સજા થઈ શકે છે.
તે ઉપરાંત તેમણે જણાવ્યું કે જો આવા કેસોમાં આરોપી એકથી વધારે છે તો ધારા 34 અને આરોપીઓની સંખ્યા પાંચ હોય તો કલમ 147, 148 અને 149 લાગૂ થશે.

(5:31 pm IST)