Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

સેન્સેક્સમાં ૨૬૨, નિફ્ટીમાં ૯૭ પોઈન્ટનો થયેલો કડાકો

શેરબજારમાં બે દિવસથી ચાલી રહેલી તેજીનો અંત : નફા-નુકસાન વચ્ચે ઝૂલતા ક્ષેત્રોમાં ટ્રેડિંગ અસ્થિર હતું

મુંબઈ, તા.૨૧ : શેરબજારમાં બે દિવસથી ચાલી રહેલી તેજીનો આજે અંત આવ્યો. યુએસ ફેડ દ્વારા વ્યાજ દરના નિર્ણયની આતુરતા વચ્ચે બુધવારે ઇક્વિટી સૂચકાંકો ઘટ્યા હતા. જોકે, મધ્ય સત્રના સોદામાં યુરોપિયન બજારો સારી રીતે ટ્રેડ થઈ રહ્યા હતા. યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજદરના પરિણામો પહેલા બુધવારે ઇન્ટ્રા-ડે ટ્રેડમાં સ્થાનિક બજાર અસ્થિર હતું. મુખ્ય સૂચકાંક નિફ્ટી ૯૭ પોઈન્ટ ઘટીને ૧૭૭૧૮ની સપાટી નીચે છે. એસએન્ડપી બીએસઈ  સેન્સેક્સ ૨૬૨ પોઈન્ટ ઘટીને ૫૯,૪૫૬ પર હતો. નફા અને નુકસાન વચ્ચે ઝૂલતા તમામ ક્ષેત્રોમાં ટ્રેડિંગ અસ્થિર હતું. નિફ્ટી એફએમસીજી એકમાત્ર ઇન્ડેક્સ હતો જે ૧ ટકાથી વધુ વધ્યો હતો. નિફ્ટી બેક્ન, નિફ્ટી એનર્જી અને નિફ્ટી રિયલ્ટી સૂચકાંકો સુધર્યા હતા.

બુધવારે પ્રથમ ટ્રેડિંગ સેશનમાં બજારમાં સપાટ કારોબાર જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શેરનો ઈન્ડેક્સ ૧૯ પોઈન્ટના ઘટાડા સાથે ૫૯૬૯૯ પર ટ્રેડ થઈ રહ્યો હતો. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૧૧ અંક ઘટીને ૧૭૮૦૮ પર હતો. પરંતુ બાદમાં બજાર પર નો દબદબો રહ્યો અને બજાર ઘટવા લાગ્યું.

બેન્ચમાર્ક સૂચકાંકોએ આજે બે દિવસની તેજીનો અંત કર્યો હતો. આજે મોટાભાગના રોકાણકારોની નજર ફેડ મીટના પરિણામો પર છે. સેક્ટર્સની વાત કરીએ તો, એફએમસીજી ઇન્ડેક્સ ૧ ટકા વધ્યો હતો, જ્યારે કેપિટલ ગુડ્સ, ઓઇલ એન્ડ ગેસ, રિયલ્ટી અને પાવર ઇન્ડેક્સ ૧-૨ ટકા ઘટ્યા હતા. આજે ઇન્ટ્રાડે ટ્રેડમાં આશરે ૧૨૫૧ શેર વધ્યા હતા, ૨૧૧૫ શેર ઘટ્યા હતા અને ૧૧૭ શેર યથાવત રહ્યા હતા.

શ્રી સિમેન્ટ્સ, અદાણી પોર્ટ્સ, ઇન્ડસઇન્ડ બેક્ન, પાવર ગ્રીડ કોર્પ અને અલ્ટ્રાટેક સિમેન્ટ આજે નિફ્ટીમાં સારી રીતે ટ્રેડ થઈ રહ્યા હતા. જ્યારે બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ, આઈટીસી, એચયુએલ, એપોલો હોસ્પિટલ અને કોલ ઈન્ડિયાના શેરમાં ઘટાડો નોંધાયો હતો. સ્પાઇસજેટના શેરમાં ૪ ટકાનો ઘટાડો થયો હતો કારણ કે એરલાઇન ઓપરેટરે ખર્ચને તર્કસંગત બનાવવા માટે ૮૦ પાઇલટ્સને ત્રણ મહિના માટે વેતન વિના રજા પર મોકલી દીધા હતા.

ભારતીય રૂપિયો બુધવારે ૨૨ પૈસા ઘટીને ૭૯.૯૭ના સ્તર પર બંધ થયો હતો જે અગાઉના ૭૯.૭૫ ના બંધ હતો.

(7:20 pm IST)