Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

SC/STને પુષ્કળ લાભો મળી રહ્યા છે : ઇકોનોમિક વીકર સેક્શન (EWS) ક્વોટાથી તેમના અધિકારોમાં ઘટાડો થતો નથી : EWS ક્વોટાથી સરકારે આર્થિક રીતે નબળા વર્ગો માટે હકારાત્મક કાર્યવાહી પૂરી પાડી છે : સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીના ચોથા દિવસે એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલની દલીલ

ન્યુદિલ્હી : ભારતના ચીફ જસ્ટિસ યુયુ લલિત, જસ્ટિસ દિનેશ મહેશ્વરી, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ, જસ્ટિસ બેલા એમ ત્રિવેદી અને જસ્ટિસ જેબી પારડીવાલાની બંધારણીય બેંચે મંગળવારે આર્થિક રીતે નબળા વર્ગો માટે અનામતની બંધારણીય માન્યતાને પડકારતી મામલાઓની સુનાવણી ચાલુ રાખી હતી.

આજની કાર્યવાહીમાં અરજદારોએ તેમની દલીલો પૂર્ણ કરી હતી. દરમિયાન, એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલ, યુનિયન ઓફ ઈન્ડિયા તરફથી હાજર થઈને, તેમની દલીલો શરૂ કરી અને કહ્યું કે SC અને ST સકારાત્મક પગલાં દ્વારા "લાભોથી  ભરપૂર" છે.

તેમણે કહ્યું કે આ સુધારો હકારાત્મક પગલાંની જોગવાઈ કરે છે. તેમણે વધુમાં કહ્યું કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસી સહિતના પછાત વર્ગોમાં દરેકમાં આર્થિક રીતે નબળા વર્ગોનો સમાવેશ થાય છે. જો કે, આગળના વર્ગો અથવા સામાન્ય વર્ગોમાં આર્થિક રીતે નબળા વર્ગોનો પણ સમાવેશ થાય છે, જેઓ અત્યંત ગરીબ છે. આમ, તેમણે રજૂઆત કરી હતી કે સુધારા દ્વારા, રાજ્યએ આવા આર્થિક રીતે નબળા વર્ગોને હકારાત્મક કાર્યવાહી પૂરી પાડી છે જેમને હાલની અનામત હેઠળ લાભો મળ્યા નથી.તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે

(7:40 pm IST)