Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી શુક્રવારે તમામ રાજ્યોના પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે

કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે લાઇફ, ક્લાઇમેટ ચેન્જ, પ્લાસ્ટિક વેસ્ટનો સામનો કરવા, વન્યજીવન અને વન વ્યવસ્થાપન સંબંધિત મુદ્દાઓ પર વધુ તાલમેલ બનાવવા માટે યોજાશે પરિષદ

નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી તા.૨૩ મી સપ્ટેમ્બર,૨૦૨૨ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતના એકતાનગર ખાતે આયોજીત  પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.

  સહકારી સંઘવાદની ભાવનાને આગળ વધારતા, કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે વધુ સુમેળ બનાવવા માટે પરિષદ બોલાવવામાં આવી રહી છે, જેમાં બહુપક્ષીય અભિગમ દ્વારા પ્લાસ્ટિક પ્રદૂષણને નાબૂદ કરવા, લાઇફ-પર્યાવરણ માટે જીવનશૈલી પર જેવા મુદ્દાઓ પર વધુ સારી નીતિઓ ઘડવામાં આવી રહી છે. તે ક્ષીણ થયેલી જમીનની પુનઃસ્થાપના અને વન્યજીવ સંરક્ષણ પર વિશેષ ભાર સાથે વન કવર વધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે.
   તા.૨૩ અને તા.૨૪ મી સપ્ટેમ્બરના રોજ આયોજિત બે દિવસીય કોન્ફરન્સમાં છ વિષયવાર સત્રો હશે, જેમાં લાઇફ, કોમ્બેટિંગ ક્લાઈમેટ ચેન્જ પરિવેશ (એકટીગ્રેટેડ ગ્રીન ક્લિયરન્સ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ); ફોરેસ્ટ્રી મેનેજમેન્ટ; પ્રદૂષણનું નિવારણ અને નિયંત્રણ; વન્યજીવન વ્યવસ્થાપન; પ્લાસ્ટિક અને વેસ્ટ મેનેજમેન્ટ (ઉત્સર્જનના ઘટાડા માટે ક્લાઈમેટ ચેન્જ પર સ્ટેટ એક્શન પ્લાન અપડેટ કરવા અને ક્લાઈમેટ ઈમ્પેક્ટ્સ માટે અનુકૂલન) પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

(8:20 pm IST)