Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

પાકિસ્તાનના પૂર પીડિતોની વહારે હ્યુસ્ટનના રાજકીય અગ્રણીઓ : ફંડ રાઇઝિંગ ઇવેન્ટમાં ત્રણ કલાકમાં 1 મિલિયન ડોલર ભેગા થઇ ગયા : અમે આ મુશ્કેલ સમયમાં પાકિસ્તાનીઓ સાથે ઉભા છીએ

હ્યુસ્ટન : પાકિસ્તાનના પૂર પીડિતો માટેની ફંડ રાઇઝિંગ ઇવેન્ટમાં હ્યુસ્ટનના મેયર સિલ્વેસ્ટર ટર્નર, કોંગ્રેસપર્સન શીલા જેક્સન લી અને એએલ ગ્રીન, હ્યુસ્ટન સ્થિત પાકિસ્તાનના કોન્સલ જનરલ અબરાર હાશ્મી; મુખ્ય આશ્રયદાતા AFDR સૈયદ જાવેદ અનવર; ફોર્ટ બેન્ડ અને હેરિસ કાઉન્ટીના વરિષ્ઠ ચૂંટાયેલા અધિકારીઓની સાથે અને કેટલાક સમુદાયના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને બધાએ ઉદારતાથી દાન આપ્યું હતું.

 ભંડોળ એકત્રીકરણ કાર્યક્રમને સંબોધતા, કોંગ્રેસ મહિલા શીલા જેક્સને કહ્યું કે પાકિસ્તાનના પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત પછી, બિડેન વહીવટીતંત્રને પાકિસ્તાનની જમીની પરિસ્થિતિ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા, જેના પરિણામે બિડેન વહીવટીતંત્ર વધારાના 20 મિલિયન ડોલરને અધિકૃત કરે તેવી અપેક્ષા છે.

આ અવસર પર હ્યુસ્ટનના મેયર સિલ્વેસ્ટર ટર્નર અને કોંગ્રેસમેન એએલ ગ્રીને કહ્યું કે અમે આ મુશ્કેલ સમયમાં પાકિસ્તાનીઓ સાથે ઉભા છીએ, જેઓ આંતરરાષ્ટ્રીય સમુદાયને આ આપત્તિમાં પાકિસ્તાનની મદદ માટે આગળ આવવાની માંગ કરે છે.

ભંડોળ ઊભુ કરવા માટેના રાત્રિભોજનમાં હ્યુસ્ટનના ઉદાર સમુદાયને તેમના સંબોધન દરમિયાન, હ્યુસ્ટનના મેયર સિલ્વેસ્ટર ટર્નર, વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને અન્ય સમુદાયના નેતાઓએ પણ સૈયદ જાવીદ અનવર, મુહમ્મદ સઈદ શેખ અને અન્ય નેતાઓને તેમના પ્રયત્નો માટે બિરદાવેલ . તેવું આઈ.એ.એન.દ્વારા જાણવા મળે છે.

(8:20 pm IST)