Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

ડોમ્બિવલી પશ્ચિમમાં દિવાલ ધરાશાયી:પાંચ મજૂરો કાટમાળ નીચે દટાયા: 2 મજૂરોના મોત : 3 ઘાયલ

રેલ્વે લાઈનના કિનારે દિવાલ બનાવવાની શરૂઆત થતાં જ તે તૂટી પડી : ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી:કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ

મુંબઈને અડીને આવેલા થાણે જિલ્લાના ડોમ્બિવલી વિસ્તારમાં દિવાલ ધરાશાયી થતાં બે લોકોના મોત થયા છે અને ત્રણ લોકો ઘાયલ થયા છે. આ દિવાલ ડોમ્બિવલી રેલ્વે લાઈનના કિનારે બનાવવામાં આવી રહી છે. દિવાલ બનાવવાની શરૂઆત થતાં જ તે તૂટી પડી હતી. જેના કારણે બે મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને ત્રણ લોકો ઘાયલ થયા હતા. તેમની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે.

આ અકસ્માત ડોમ્બિવલીના પશ્ચિમ વિસ્તારમાં થયો હતો. સાંજે 4.30 વાગ્યાની આસપાસ અચાનક આ દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. તેની નીચે પાંચ મજૂરો ઉભા હતા. દીવાલ ધરાશાયી થતાં તેના કાટમાળ નીચે તમામ લોકો દટાઈ ગયા હતા. પરંતુ તાત્કાલિક સ્થાનિક લોકોની મદદથી તેમને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ બે મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને ત્રણ મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ઘાયલ મજૂરોને ડોમ્બિવલીની શાસ્ત્રીનગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતની જાણકારી થતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. કાટમાળ હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. કાટમાળ નીચે દટાયેલા પાંચ મજૂરોના નામ અને ઓળખ જાહેર કરવામાં આવ્યા છે.

જે બે લોકોના ઘટનાસ્થળે જ મોત જ થયા છે તેમના નામ મલ્લેશ ચવ્હાણ અને બંડૂ કોવાસે છે. મલ્લેશ ચવ્હાણની ઉંમર 35 વર્ષ અને બંડૂ કોવસેની ઉંમર 50 વર્ષ છે. આ સિવાય જે ત્રણ લોકો ઘાયલ થયા છે તે ત્રણ લોકોમાં માણિક પવાર, વિનાયક ચૌધરી અને યુવરાજ ગુત્તવારનો સમાવેશ થાય છે. માણિક પવારની ઉંમર 62 વર્ષ છે, જ્યારે અન્ય બે મજૂરોની ઉંમર 35 વર્ષ છે

(9:58 pm IST)