Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

આગ્રામાં કસ્ટડીમાં સફાઈ કામદારના મોત :પીડિત પરિવારને સરકારે 10 લાખનો ચેક આપ્યો : સરકારી નોકરીની પણ ઓફર

એક ઇન્સ્પેક્ટર, એક સબ-ઇન્સ્પેક્ટર અને ત્રણ કોન્સ્ટેબલ સસ્પેન્ડ :રોષે ભરાયેલા વાલ્મિકી સમાજના આગેવાનોએ પરિવારને એક કરોડ રૂપિયાનું વળતર, સરકારી નોકરી અને દોષિત પોલીસકર્મીઓ સામે હત્યાનો કેસ નોંધીને કડક કાર્યવાહીની માંગ કરી

આગ્રામાં સ્વચ્છતા કાર્યકર અરુણ વાલ્મીકીના મોતના કેસમાં સરકારે પીડિત પરિવારને 10 લાખ રૂપિયાનો ચેક આપ્યો છે. આ સાથે પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની વાત પણ કરવામાં આવી છે. આ માહિતી મૃતક અરુણના ભાઈ સોનુ નરવારે આપી હતી.

 આગ્રાના જગદીશપુર પોલીસ સ્ટેશનના માલખાનામાંથી 25 લાખ રૂપિયાની ચોરી કરવા બદલ અરુણ વાલ્મિકી નામની વ્યક્તિની પોલીસે ધરપકડ કરી હતી. પરંતુ 19 ઓક્ટોબર મંગળવારે રાત્રે અરુણનું મૃત્યુ થયું. પરિવારનો આરોપ છે કે અરુણનું મોત પોલીસની મારથી થયું હતું. જેના કારણે રોષે ભરાયેલા વાલ્મિકી સમાજના આગેવાનોએ પરિવારને એક કરોડ રૂપિયાનું વળતર, સરકારી નોકરી અને દોષિત પોલીસકર્મીઓ સામે હત્યાનો કેસ નોંધીને કડક કાર્યવાહીની માંગ કરી હતી. આ કેસમાં આગ્રા પોલીસે પોલીસકર્મીઓ વિરુદ્ધ કલમ 302 હેઠળ કેસ નોંધ્યો છે. એસએસપી આગ્રાએ એક ઇન્સ્પેક્ટર, એક સબ-ઇન્સ્પેક્ટર અને ત્રણ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે. અગાઉ પોલીસ સ્ટેશનના એસએચઓ સહિત 6 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એસએસપી મુનીરાજે આજ ટાકને કહ્યું કે ઘટના બાદ પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ કાવામાં આવ્યા છે. સીસીટીવીના આધારે કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી હતી. જે બાદ સોમવારે પોલીસ સ્ટેશનમાં સફાઈનું કામ કરનાર અરુણની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન તેણે પોતાનો ગુનો પણ કબૂલ કર્યો હતો. પોલીસકર્મીઓ અરુણને સાથે લઈ ગયા અને મંગળવારે તેના ઘરે પહોંચ્યા. એસએસપી મુનીરાજે જણાવ્યું કે પોલીસે અરુણના ઘરેથી 15 લાખ રૂપિયાની વસૂલાત કરી. રિકવરી દરમિયાન અરુણની તબિયત બગડી હતી. જે બાદ પોલીસ અરુણને હોસ્પિટલ લઈ ગઈ. આ દરમિયાન અરુણના પરિવારના સભ્યો પણ સાથે હતા. અરુણને હોસ્પિટલમાં મૃત જાહેર કરાયો હતો.

(11:28 pm IST)