Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

સતત ત્રીજા દિવસે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો

આજે ડીઝલની કિંમત ૩૩ થી ૩૭ પૈસા વધી છે જયારે પેટ્રોલની કિંમત ૩૦ થી ૩૫ પૈસા વધી છે

નવી દિલ્હી, તા.૨૧: સરકારી ઓઇલ કંપનીએ આજે ત્રીજા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો કર્યો છે. આજે ડીઝલની કિંમત ૩૩ થી ૩૭ પૈસા વધી છે જયારે પેટ્રોલની કિંમત ૩૦ થી ૩૫ પૈસા વધી છે. ઘણા રાજયોમાં તેની કિંમત ૧૦૦ રૂપિયાથી ઉપર પહોંચી ગઈ છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો સામાન્ય માણસની આવક પર અસર કરી રહી છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૧૦૬.૫૪ રૂપિયા છે જયારે ડીઝલની કિંમત ૯૫.૨૭ રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત ૧૧૨.૪૪ રૂપિયા અને ડીઝલની કિંમત ૧૦૩.૨૬ રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત ૧૦૭.૧૧ રૂપિયા છે જયારે ડીઝલની કિંમત ૯૮.૩૮ રૂપિયા પ્રતિ લીટર છે. સાથે જ ચેન્નઈમાં પણ પેટ્રોલ ૧૦૩.૬૧ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૯૯.૫૯ રૂપિયા પ્રતિ લીટર છે.

ઉલ્લેખનીય છે કે  મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ -કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલની કિંમત ૧૦૦ રૂપિયાને પાર પહોંચી ગઈ છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત સૌથી વધુ છે.

શહેર

ડીઝલ

પેટ્રોલ            

દિલ્હી

૯૫.૨૭

૧૦૬.૫૪

મુંબઈ

૧૦૩.૨૬

૧૧૨.૪૪

કોલકાતા

૯૮.૩૮

૧૦૭.૧૧

ચેન્નઈ

૯૯.૫૯

૧૦૩.૬૧

(10:02 am IST)