Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

દેશની સૌથી ધનિક એવી મહાનગર પાલિકા

BMC પાસે છે ૮૨,૦૦૦ કરોડની ફિક્‍સ્‍ડ ડિપોઝિટ

ફિક્‍સ્‍ડ ડિપોઝિટ પર દર વર્ષે આશરે રૂા.૧,૮૦૦ કરોડનું વ્‍યાજ મેળવે છે

મુંબઇ,તા. ૨૧: દેશની સૌથી ધનિક એવી મહાનગર પાલિકા બૃહન્‍મુંબઈ મ્‍યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ બુધવારે તેની ફિક્‍સ્‍ડ ડિપોઝિટ (FD)ની રકમ જાહેર કરી છે. હિન્‍દુસ્‍તાન ટાઇમ્‍સના અહેવાલ મુજબ BMCના FD રકમ વધીને, ૮૨,૪૧૦ કરોડ થઈ ગઈ છે. આ રૂા.૮૨,૪૧૦ કરોડની રકમ ખાનગી અને જાહેર બેંકોમાં ૩૪૩ અલગ FD માં છે. અહેવાલ મુજબ, BMC ફિક્‍સ્‍ડ ડિપોઝિટ પર દર વર્ષે આશરે રૂા.૧,૮૦૦ કરોડનું વ્‍યાજ મેળવે છે.
BMCના૫,૬૬૪ કરોડની FD આ વર્ષે મેચ્‍યોર થઈ છે, જયારે નાગરિક સંસ્‍થાએ નવી થાપણોમાં ૯,૦૭૯ કરોડનું રોકાણ કર્યું છે. BMCએ ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર ડેવલપમેન્‍ટ પ્રોજેક્‍ટ્‍સ સાથે જોડાયેલી FD પર આંતરિક લોન લીધી છે. દરિયાકાંઠાના રસ્‍તાઓના નિર્માણ માટે, પાલિકાએ ૫૦,૯૫૨ કરોડની એફડી લિંક કરી છે. રૂા.૨૬,૦૦૦ કરોડની એફડી કર્મચારીઓના PF અને પેન્‍શન ખાતાનો ભાગ છે.
BMC એ જણાવ્‍યું હતું કે આ વર્ષે ઓગસ્‍ટમાં તેની ફિક્‍સ્‍ડ ડિપોઝિટ રૂા.૭૯,૦૦૨ કરોડ હતી. આમાંથી  ૫,૬૬૪ કરોડની એફડી મેચ્‍યોર થઈ અને તેણે રૂા.૯,૦૭૯ કરોડની અન્‍ય એફડી કરી હતી, જેમાં પાકતી એફડી રકમનો સમાવેશ કરાયો હતો.
નાણાકીય વર્ષ ૨૨ના બજેટ માટે, BMCએ શહેરના રહેવાસીઓ માટે કોઈ નવા કર વગર રૂા.૩૯,૦૩૮.૮૩ કરોડનું બજેટ રજૂ કર્યું હતું. બજેટનો ઉદ્દેશ શહેરની માળખાગત સુવિધાઓ, આરોગ્‍યસંભાળ અને મ્‍યુનિસિપલ શિક્ષણ પ્રણાલીઓના અપગ્રેડેશનનો છે.
આ વર્ષનું બજેટ ગત વર્ષના બજેટ કરતા ૧૬.૭૪્રુ વધુ હતું. ૨૦૨૦માં BMCએ ૩૩,૪૪૧.૦૨ કરોડનું બજેટ રજૂ કર્યું હતું.
તદુપરાંત પાલિકાએ ૨૦૨૧જ્રાક્રત્‍ન મૂડી ખર્ચ પણ વધારીને રૂા.૧૮,૭૫૦.૯૯ કરોડ કર્યો છે જે વર્ષ ૨૦૨૦ના૧૦,૯૦૩.૫ કરોડની ફાળવણી કરતાં ૭,૮૪૭.૪૧ કરોડ વધુ છે.

 

(10:24 am IST)