Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૨૪ર

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

પવીત્ર સમાગમ
‘‘એક એવા પ્રકારનો સમાગમ છે જે શારીરીક નથી સમાગમ સુંદર પણ હોઇ શકે છે પરંતુ ફકત શારીરીક સમાગમ કયારેય નહી''
પ્રેમ ઉપર ધ્‍યાન હોવું જોઇએ તમે વ્‍યકિતને પ્રેમ કરો છો, તમે તેનો હીસ્‍સો બનો છો તમે તમારી જાતનો એક હીસ્‍સો તેને આપો છો તમેએક અવકાશ આપો છો પ્રેમ એ જ છે બે વ્‍યકિતઓ વચ્‍ચે એક અવકાશ ઉત્‍પન્ન કરવો-એવો અવકાશ જે કોઇનો નથી અથવા તો બંનેનો છે. બે લોકો વચ્‍ચેએક નાનકડો અવકાશ જયા બંને મળી શકે અને એકબીજામા ભળી શકે આ અવકાશનો-શારીરીક અવકાશ સાથે કોઇ સંબંધ નથી તે કેવળ આધ્‍યાત્‍મીક છે. એ અવકાશમાં તમે, તમે નથી તમે બંને એ અવકાશમાં આવો છો અને મળો છો.
એક એવો પણ સમાગમ છે જે બીલકુલ શારીરીક નથી. સમાગમ સુંદર પણ હોઇ શકે છે પરંતુ શારીરીક કયારેય નહી શારીરીકનો અર્થ માનસીક સમાગમ-તેના વીશે વીચારવું તેની યોજના કરવી. ચાલાકી કરવી. મનમાં હમેશા એક જ વાત રહે છે કે બીજાનો સમાગમમાં વસ્‍તુ તરીકે ઉપયોગ કરવો.
જયારે મનને શારીરીક સમાગમ સાથે કઇ જ લેવાદેવા નથી ત્‍યારે તે શુધ્‍ધ છે. નિર્દોષ સમાગમ તે એક પવિત્ર -સમાગમ છે. આ સમાગમ કયારેક બ્રહ્મચર્યથી પણ વધારે શુધ્‍ધ હોય છે કારણ કે બ્રહ્મચારી પણ સતત સમાગમ વીશે વિચારે તો તે બ્રહ્માચારી નથી.
આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૬ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર.  
સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬


સંકલન-
સ્‍વામી સત્‍યપ્રકાશજી
ભાષાંતર-
રાજેશ કુંભાણી
મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

 

(10:45 am IST)