Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

ભારતમાં કોરોના રીકવરી રેટ ૧૮ મહિનાની ટોચેઃ ૯૮.૧પ ટકા

નવી દિલ્હી તા. ર૧ : ભારતમાં કોરોનાના કહેર દરમિયાન રસીકરણ ઝૂંબેશ પણ ખુબજ વેગવંતી કરવામાં આવેલ જેના કારણે દેશના ૧૦૦ કરોડ લોકોનો રસીકરણનો આંક હાંસલ કરવામાં આવ્યો છે.

કોરોનાના છેલ્લા ર૪ કલાકમાં ૧૮,૪પ૪ નવા કેસ નોંધાયા છ.ે જયારે એકટીવ કેસની સંખ્યા ૧.૭૮ લાખથી વધુ છે. પણ આ બધાની વચ્ચે એક સારા સમાચાર પણ છે, માર્ચ ર૦ર૦ થી અત્યાર સુધીમાં ૧૮મહિનાના સમયગાળા દરમિયાન કરોના રિકવરી રેટ ૯૮.૧પ ટકા સાથે ટોચ પર પહોંચ્યો છે.

(11:37 am IST)