Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

1979 ના આસામ આંદોલનના નેતાઓ હજારો લોકોની હત્યા કર્યા બાદ સત્તા ઉપર આવ્યા હતા : ફેસબુક ઉપર કોમી તનાવ પેદા કરતી પોસ્ટ મુકનાર અબુ બક્કર સિદ્દીક નામક આરોપીના જામીન ગૌહાટી હાઇકોર્ટે મંજુર કર્યા

ગૌહાટી : 1979 ના આસામ આંદોલનના નેતાઓ હજારો લોકોની હત્યા કર્યા બાદ સત્તા ઉપર આવ્યા હતા તેવી કોમી તનાવ પેદા કરતી કથિત પોસ્ટ ફેસબુક ઉપર મુકનાર અબુ બક્કર સિદ્દીક નામક આરોપીના જામીન ગૌહાટી હાઇકોર્ટે મંજુર કર્યા છે.

અટકાયતની  47 દિવસ સુધી અટકાયતમાં રાખવામાં આવેલા આરોપીને હવે વધુ અટકાયતમાં રાખવો જરૂરી નથી તેવું  ન્યાયમૂર્તિ હિતેશ કુમાર સરમાની ખંડપીઠને લગતા જામીન મંજુર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે આસામ આંદોલન [જેને આસામ ચળવળ (1979-1985) પણ કહેવાય છે] એ એક લોકપ્રિય બળવો/આંદોલન હતું જેનો ઉદ્દેશ ભારતીય ક્ષેત્રમાંથી ગેરકાયદેસર વસાહતીઓ (બાંગ્લાદેશ સાથે સંકળાયેલા) ને બહાર કાઢવાનો હતો. આંદોલનનું નેતૃત્વ ઓલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયન (AASU) અને 'ઓલ આસામ ગણ સા' દ્વારા કરવામાં આવ્યું હતું. તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

 

(12:40 pm IST)