Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

કોવિડ -19 : શાળાના બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા હોમિયોપેથ દવાઓ આપવાના પ્રસ્તાવ સામે કેરળ હાઈકોર્ટમાં પિટિશન : દવાની અસરકારકતા અથવા સલામતી અંગે કોઈપણ અભ્યાસ કર્યા વિના.નિર્ણય લેવાયાનો ડોક્ટરનો આક્ષેપ

કેરળ : કોવિડ -19 સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા શાળાના બાળકોને હોમિયોપેથ  દવાઓ આપવાના પ્રસ્તાવ સામે એક ડોકટરે કેરળ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે. તેણે જણાવ્યું છે કે દવાની અસરકારકતા અથવા સલામતી અંગે કોઈપણ અભ્યાસ વિના.નિર્ણય લેવાયો છે.

અરજદાર હિપેટોલોજી અને લીવર ટ્રાન્સપ્લાન્ટ મેડિસિનના નિષ્ણાત હોવાનો દાવો કરે છે અને 2016 માં તેઓ શૈક્ષણિક શ્રેષ્ઠતા માટે ભારતના રાષ્ટ્રપતિના હસ્તે ગોલ્ડ મેડલ મેળવી ચુક્યા છે.

હોમિયોપેથિક જર્નલ્સ સહિતના અનેક પ્રકાશનોના પુરાવાને લઈને અરજી દાખલ કરવામાં આવી છે કે આર્સેનિકમ આલ્બમ 30CH આર્સેનિક ઝેર જેવા લક્ષણો વિકસાવવા તરફ દોરી જાય છે.

રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ 25 ઓક્ટોબરથી શાળાના બાળકોને આ દવા આપવાનું અભિયાન હાથ ધરાયુ છે. જે તાત્કાલિક અટકાવી દેવું જોઈએ.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(1:19 pm IST)