Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

CBSEનાં વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર

હવે જે શહેરમાં વિદ્યાર્થી હાજર હોય ત્યાં જ પરીક્ષા આપી શકશે

નવી દિલ્હી,તા.૨૧:બોર્ડ વિદ્યાર્થીઓ તે જ શહેરમાં પરીક્ષા કેન્દ્રની સુવિધા આપવા જઇ રહ્યું છે જે શહેરમાં તે પરીક્ષા દરમિયાન હાજર હોય. જેના માટે વિદ્યાર્થીઓએ સ્કૂલ સાથે સંપર્ક કરવો પડશે અને બાદમાં સ્કૂલ બોર્ડને સૂચિત કરશે.

CBSE પરીક્ષા નિયંત્રક સંયમ ભારદ્વાજે કહ્યું કે બોર્ડના ધ્યાનમાં આવ્યું છે કે ઘણા બાળકો સ્કૂલ છે તે શહેરમાં નથી. તેવામાં બોર્ડ પરીક્ષા સેન્ટર બદલવાનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે. આ ઘોષણા સમય કરતાં પહેલા કરી દેવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓને સમય પર જાણકારી મળી શકે.

બોર્ડ તેમજ સ્કૂલો તેમજ વિદ્યાર્થીઓને વિનંતી છે કે તેઓ સતત CBSEની વેબસાઇટ સાથે જોડાયેલા રહે. જેવું આ મુદ્દે કોઇ ઘોષણા થશે કે ટાઇમ ટેબલ પણ આપી દેવામાં આવશે અને બાદમાં તમારી પાસે સમય ઓછો હશે.

બોર્ડે સ્પષ્ટ કરી દીધું છે કે પરીક્ષા કેન્દ્રનું શહેર બદલવાની રિકવેસ્ટ નક્કી કરેલા શેડ્યુલ બાદ એકસેપ્ટ કરવામાં નહી આવે. CBSE ૧૦ની પરીક્ષા ૩૦ નવેમ્બર થી ૧૧ ડિસેમ્બર અને ૧૨ની પરીક્ષા ૧ થી ૨૨ ડિસેમ્બર સુધી થશે.

(2:39 pm IST)