Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

''વી ડીડ ઇટ''

નવી દિલ્હી, તા. ર૧ : ભારતે કોરોના રસીકરણની શરૂઆતથી માત્ર ર૭૮ દિવસમાં ૧૦૦ કરોડ ડોઝ નાગરિકોને આપવાની સિધ્ધી મેળવી છે, આ સિધ્ધીની ઉજવણી રૂપે લાલકિલ્લા ઉપર સૌથી મોટો તિરંગો લહેરાવામાં આવ્યો હતો. આખા દેશમાં જશ્નનો માહોલ સર્જાયો છે, ત્યારે આ ઇતિહાસ રચનાર કર્મવીરોને અભિનંદન પાઠવવા અને બીરદાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ દિલ્હીની રામ મનોહર લોહીયા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને બે હાથથી થમ્બની નિશાની દર્શાવી ''વી ડીડ ઇટ'' જણાવ્યું હતું. આ તસ્વીર અમિતભાઇએ તેમના ટ્વીટર એકાઉન્ટ ઉપર પોસ્ટ કરી છે.

(2:40 pm IST)