Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

શાહરૂખ - અનન્યા પાંડેના નિવાસે સર્ચ ઓપરેશન

ડ્રગ્સ કેસ : અનન્યા પાંડેને પૂછપરછ માટે બોલાવાઇ : ફોન જપ્ત કરાયો :શાહરૂખના 'મન્નત'માં આર્યન ખાનના રૂમની તપાસ : એનસીબીએ પેપરવર્ક પુરૂ કર્યું

નવી દિલ્હી તા. ૨૧ : બોલીવુડ એકટ્રેસ અનન્યા પાંડેના ઘરે તપાસ માટે એનસીબીની ટીમ પહોંચી છે. અહેવાલના જણાવ્યા મુજબ ક્રુઝ ડ્રગ્સ કેસમાં ફસાયેલા આર્યન ખાન બાદ હવે વધુ એક સ્ટાર કિડસ એનસીબીના રડાર પર આવી ગયું છે. નારકોટિકસ કંટ્રોલ બ્યુરોએ આજે ચંડી પાંડેની પુત્રી અને એકટ્રેસ અનન્યા પાંડેના ઘરે પહોંચી અને ત્યાં તપાસ કરી. જાણવા મળી રહ્યું છે કે, એનસીબીના ઘરે બે ગાડીઓમાં એનસીબીની ટીમ પહોંચી છે.

આ ટીમમાં મહિલા અધિકારી પણ સામેલ હતી. એનસીબીએ અનન્યાને બપોરે ૨ વાગ્યે પૂછપરછ માટે બોલાવી છે. એનસીબીની ટીમે અનન્યાનો ફોન પણ જપ્ત કરી લીધો હતો.

અનન્યા બાદ એનસીબીની તે જ ટીમ શાહરૂખના ઘરે 'મન્નત' પણ પહોંચી હતી. જાણવા મળી રહ્રઙ્ગયું છે કે, એનસીબી આર્યન ખાનના રૂમથી માંડીને અન્ય વસ્તુઓનું સર્ચ ઓપરેશન કરી રહી છે. એનસીબીએ આર્યન ખાન પાસેથી વધુ પુરાવા મળ્યા છે. જો કે એનસીબીના અધિકારીઓએ જણાવ્યું કે, આર્યન સાથે સંબંધિત પેપરવર્ક બાકી હતું તેથી તેઓ 'મન્નત' ગયા હતા.

ડ્રગ્સ કેસમાં એનસીબીની તપાસનો વ્યાપ બોલીવુડમાં વધતો જઇ રહ્યો એનસીબીની ટીમ તેમની સાથે અનન્યાના ઘર પરથી કેટલોક સામાન લઇને પણ ગઇ છે પરંતુ તે સામાન શું છે તે અંગે કંઇ માલુમ નથી. ઉલ્લેખનીય છે કે અનન્યા આર્યન ખાનની બહેન સુહાનાની બાળપણની મિત્ર છે.

અનન્યા પાંડે એકટર ચંકી પાંડેની પુત્રી છે અને કરણ જોહરની ફિલ્મમાં ડેબ્યુ કર્યું હતું. કોર્ટમાં એનસીબીએ આર્યન ખાનની જે એકટ્રેસ સાથે ડ્રગ્સ ચેટનો દાવો કર્યો હતો તે અનન્યા પાંડે જ છે.

એનસીબીને આર્યન ખાનની ધરપકડ બાદ તેના વોટ્સએપ ચેટ પરથી એક એકટ્રેસની સાથે ડ્રગ્સ અંગે ચેટ મળવાનો દાવો કર્યો હતો. એનસીબીના વરિષ્ઠ અધિકારી વીવીસિંહના નેતૃત્વમાં ૬ સભ્યોની ટીમ અનન્યા પાંડેના ઘરે તપાસ માટે પહોંચી.

આર્યન ખાન ડ્રગ મામલે શાહરૂખ ખાનના ઘરે એનસીબીના અધિકારી નોટીસ આપવા આવ્યા હતા. આ નોટીસમાં લખ્યંુ હતું કે, જો આર્યન ખાનની પાસે કોઇ પણ પ્રકારના કોઇ ઇલેકટ્રોનિકસ ડિવાઇસ છે તો તેને એનસીબીને સોંપી દે. શાહરૂખના ઘરે એનસીબીના અધિકારી વી વી સિંહ ગયા છે.

(3:08 pm IST)