Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

શેરબજારની માઠીઃ ૭૦૦ પોઈન્ટનો કડાકોઃ નિફટી ૧૮૧૦૦ની અંદરઃ આઈટી-મેટલના શેર તૂટયાઃ ૩ દિવસમાં ૧૨૦૦ પોઈન્ટનો કડાકો

મુંબઈઃ શેરબજારમાં ભારે પ્રોફીટ બુકીંગ જોવા મળી રહ્યુ છે. સેન્સેકસ ૬૧૦૦૦ની અંદર તો નિફટી ૧૮૧૦૦ની અંદર ચાલ્યા ગયા છે. મીડકેપ અને સ્મોલ કેપમાં ગાબડુ પડયુ છે. આજે ૭૦૦ પોઈન્ટનો કડાકો બોલી ગયો છે. આ લખાય છે ત્યારે સેન્સેકસ ૬૪૦ પોઈન્ટ ઘટીને ૬૦૬૧૯ તો નિફટી ૧૮૪ પોઈન્ટ ઘટીને ૧૮૦૮૨ ઉપર છે. આજે આઈટી, એફએમસીજીના શેરોમાં કડાકો બોલી ગયો છે. છેલ્લા ૩ દિવસમાં ૧૨૦૦થી વધુ પોઈન્ટનો કડાકો બોલી ગયો હોવાનું જણાય છે. ક્રૂડના ભાવ વધારાને કારણે બજાર તૂટી રહ્યુ હોવાનું જણાય છે. કોટક બેન્ક ૨૧૩૦, ઈન્ડસ બેન્ક ૧૧૭૨, ટાટા સ્ટીલ ૧૩૦૮, રીલા. ૨૬૨૧, એચડીએફસી ૨૮૩૬, પાવરગ્રીડ ૧૯૫, એનટીપીસી ૧૪૬, સનફાર્મા ૮૧૪, આઈઆરબી ૨૪૬, સુપ્રીમ પેટ્રો. ૬૮૬, એસીએમ ગ્રેનીટો ૧૩૬ ઉપર ટ્રેડ કરે છે.

(3:26 pm IST)