Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

ઘર ખરીદવા માટે મુંબઈ દુનિયાનું સૌથી દુઃખી શહેરઃ સર્વે

અમેરિકામાં એટલાન્ટા અને ઓસ્ટ્રેલિયામાં સિડની વૈશ્વિક સ્તરે ઘર ખરીદવા માટે નાખુશ જગ્યાઓની યાદીમાં અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે આવ્યા છે

લંડન, તા.૨૧: યુકેની એક સંસ્થા દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે મુંબઈ વિશ્વમાં ઘર ખરીદવા માટે સૌથી નાખુશ જગ્યા છે અને મિલકત ખરીદવા માટે ભારતનું સૌથી મોંદ્યુ શહેર છે. યુકેની સંસ્થા ઓનલાઈન મોર્ગેજ એડવાઈઝર દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ મુંબઈએ -૧૭.૧ ટકા સ્કોર કર્યો છે. મનીકન્ટ્રોલના અહેવાલમાં જણાવાયું છે કે, ગુજરાતનું સુરત -૧૨.૮ ટકાના સ્કોર સાથે, દ્યર ખરીદવા માટે ઓછામાં ઓછા સારા સ્થળોની યાદીમાં પાંચમા સ્થાને છે.

અમેરિકામાં એટલાન્ટા અને ઓસ્ટ્રેલિયામાં સિડની વૈશ્વિક સ્તરે ઘર ખરીદવા માટે નાખુશ જગ્યાઓની યાદીમાં અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે આવ્યા છે, સાતમા નંબર પર પેરિસ હતું અને દુબઈ ૧૯માં નંબરે હતું.

ઘર ખરીદવા માટે ટોચના ૨૦ સુખી શહેરોમાં ચંદીગઢ પાંચમા સ્થાને છે, ત્યારબાદ જયપુર ૧૦માં સ્થાને છે. જયારે ચેન્નાઇ ૧૩મી, ઇન્દોર અને લખનઉ અનુક્રમે ૧૭માં અને ૨૦માં ક્રમે આવ્યા હતા. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે સ્પેનમાં બાર્સેલોના અને ઇટાલીમાં ફ્લોરેન્સ મિલકત ખરીદવાના મામલે લોકો માટે સૌથી સુખી સ્થળો છે.આ સર્વે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ઇન્સ્ટાગ્રામ પર જીઓ-ટેગ કરેલા ફોટાઓ દ્વારા સુખના સ્તરનું વિશ્લેષણ કરવા માટે કરવામાં આવ્યું હતું.બાર્સેલોનાના હોમબાયરના ફોટાએ સંભવિત ૧૦૦માંથી ૯૫.૪નો સરેરાશ સુખનો સ્કોર કર્યો છે, જે દ્યર ખરીદનારાઓના વૈશ્વિક સરેરાશ સુખ સ્તર કરતાં ૧૫.૬ ટકા છે.સર્વેમાં જણાવાયું છે કે ચંદીગઢ ૧૩ ટકા, જયપુર ૧૦.૮ ટકા, ચેન્નઈ ૮.૯ ટકા, ઈન્દોર ૭.૪ ટકા અને લખનઉમાં ૭.૧ ટકાનો સ્કોર આવ્યો છે.તાજેતરમાં ઘર ખરીદનારાઓની સરેરાશ ખુશીનું સ્તર કેવી રીતે છે તે શોધવા માટે વિશ્વભરમાં હજારો જીઓ-ટેગ કરેલી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સ દ્વારા આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.

વિશ્લેષણ ઓગસ્ટ ૨૦૨૧માં ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સના બે સેટને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું - એક # selfie હેશટેગ સાથે અને બીજો તાજેતરના દ્યર ખરીદવા સંબંધિત હેશટેગનો ઉપયોગ કરીને, જેમ કે #homeowner. વિશ્લેષણમાં ફકત જિયોટેગ કરેલા ઇન્સ્ટાગ્રામ ફોટાઓ ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.વિશ્લેષણમાં દરેક ફોટો માઈક્રોસોફ્ટ એઝયુર ફેશિયલ રેકગ્નિશન ટૂલથી સ્કેન કરવામાં આવ્યો હતો, જે ચહેરાના સ્પષ્ટ ફોટાઓનું વિશ્લેષણ કરે છે અને આપમેળે હાજર વિવિધ લાગણીઓના સ્તર પર સ્કોર પૂરો પાડે છે.

(3:27 pm IST)