Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

અમે તપાસ માટે નહીં પરંતુ પેપર વર્ક માટે ગયા હતાઃ અભિનેતા શાહરૂખ ખાનના ઘરેથી એનસીબીના અધિકારીઓએ પરત ફર્યા બાદ પત્રકારોને જણાવ્‍યુ

આર્યન ખાનની ચેટ ઉપરથી અનન્‍યા પાંડેના તાર પણ જોડાયેલા હોવાથી એનસીબીની ટીમ પૂછપરછ કરશે

મુંબઇ: બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના ઘરે એનસીબીના અધિકારી પહોચ્યા છે. આર્યન ખાનની ધરપકડ બાદ અટકળો લગાવવામાં આવી રહી હતી કે એનસીબી મન્નત જઇને તપાસ કરશે. હવે એનસીબીની ટીમ શાહરૂખ ખાનના ઘરે પહોચી ગઇ છે અને ઘરની તપાસ કરી રહી છે. મન્નતમાં એનસીબીની ટીમનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે. NCBના અધિકારીઓએ ઘરની બહાર નીકળીને કહ્યુ કે અમે તપાસ માટે નહી પણ પેપર વર્ક માટે ગયા હતા.

અનન્યા પાંડેને સમન્સ

શાહરૂખ ખાનની સાથે સાથે અનન્યા પાંડેના ઘરે પણ એનસીબીની ટીમ પહોચી છે. આર્યન ખાનની ચેટ પરથી અનન્યા પાંડેના તાર જોડાયેલા હોવાની વાત કહેવામાં આવી રહી છે. એવામાં અનન્યાને એનસીબીના અધિકારીઓએ સમન્સ મોકલ્યુ છે અને પૂછપરછ માટે પોતાના કાર્યાલય બોલાવી છે. એનસીબી સામે અનન્યાએ 2 વાગ્યે હાજર થવાનું છે.

આજે જ શાહરૂખ ખાન પુત્ર આર્યન ખાનને આર્થર રોડ જેલમાં મળીને આવ્યો છે, બન્નેએ વાતચીત કરી છે. શાહરૂખ ખાનને જોઇને આર્યન ખાન રડવા લાગ્યો હતો અને તેને પિતાને જણાવ્યુ હતુ કે તેને જેલનું ખાવાનું પસંદ નથી આવી રહ્યુ. બન્ને પિતા-પુત્રની વાતચીત એક કાચની દીવાર સામે બેસીને ઇન્ટરકૉમ પર થઇ હતી. આ વાતચીત 16થી 18 મિનિટ ચાલી હતી.

(5:16 pm IST)