Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

થાઇલેન્‍ડમાં એક યુવકને પોતાની ભુલ ભારે પડીઃ પ્રાઇવેટ પાર્ટની સાઇઝ વધારવાના અભરખામાં ગતકડુ અજમાવવા ઓપરેશન કરીને અસહ્ય પીડામાંથી પસાર થવુ પડયુ

યુવક હવે પોતાના જ ઉપર શરમાઇ રહ્યો છેઃ ખુબ ખર્ચ કરવો પડયો

બેંગકોક: થાઈલેન્ડમાં એક વ્યક્તિને પોતાની ભૂલ ખુબ ભારે પડી ગઈ. તેણે ખુબ અસહ્ય દર્દમાંથી પસાર થવું પડ્યું. પછી હોસ્પિટલમાં જઈને ઓપરેશન કરાવવાનો વારો આવ્યો. વાત જાણે એમ છે કે 20 વર્ષના એક યુવકને પોતાના પ્રાઈવેટ પાર્ટની સાઈઝ વધારવાના અભરખા હતા અને આ માટે તેણે જે ગતકડું અજમાવ્યું તેનાથી તે મુશ્કેલીમાં આવી ગયો.

ડેઈલી સ્ટાર રિપોર્ટ મુજબ આ વ્યક્તિએ પ્રાઈવેટ પાર્ટ મોટો કરવા માટે એક ઈન્જેક્શન લગાવ્યું હતું. તે એવું તપાસવા માંગતો હતો કે આ ઈન્જેક્શનનો કોઈ ફાયદો થયો કે નહીં. આ માટે તેણે પોતાનો પ્રાઈવેટ પાર્ટ એક ટ્યૂબમાં નાખ્યો. પરંતુ તેનો પ્રાઈવેટ પાર્ટ તેમા ફસાઈ ગયો. યુવકે ટ્યૂબમાં ફસાયેલા પ્રાઈવેટ પાર્ટને બહાર કાઢવાની ખુબ કોશિશ કરી પરંતુ સફળ થયો નહીં. ત્યારબાદ તેણે ઈમરજન્સી સર્વિસમાં કોલ કર્યો.

ઘટનાસ્થળે પહોંચેલી મેડિકલ ટીમે પણ ટ્યૂબને કાપવાની કોશિશ કરી. પરંતુ કોઈ સફળતા મળી નહીં. કારણ કે ટ્યૂબ ખુબ જ ટાઈટ હતી અને થોડી અમથી ભૂલથી યુવકનો પ્રાઈવેટ પાર્ટ કપાઈ શકે તેમ હતો. ત્યારબાદ યુવકને હોસ્પિટલ લઈ જવાયો જ્યાં ડોક્ટરે સર્જરી કરીને ટ્યૂબની બહાર કાઢ્યો. આ માટે પહેલા યુવકના પ્રાઈવેટ પાર્ટ અને ટ્યૂબની વચ્ચે એક પ્રોટેક્ટિવ શીટ મૂકવામાં આવી. જેથી કરીને બ્લેડથી યુવકને ઈજા ન થાય. ધીરે ધીરે ટ્યૂબને કાપવામાં આવી.

યુવકે ડોક્ટરને બતાવ્યું કે તેને લાગતું હતું કે તેનો પ્રાઈવેટ પાર્ટ નાનો છે. આથી તેણે ભારે ભરખમ ખર્ચો કરીને ઈન્જેક્શન લગાવ્યું. તે એવી તપાસ કરી રહ્યો હતો કે આ ઈન્જેક્શનથી તેને કોઈ ફાયદો થયો કે નહીં. યુવક હવે પોતાના પર જ શરમાઈ રહ્યો છે અને સાથે સાથે તેને એ વાતનો ગુસ્સો પણ છે કે ટ્યૂબ કાઢવા માટે તેણે ખુબ ખર્ચો કરવો પડ્યો. હજુ એ સ્પષ્ટ થયું નથી કે વ્યક્તિનો પ્રાઈવેટ પાર્ટ પહેલાની જેમ સામાન્ય થઈ શકશે કે નહીં.

(5:19 pm IST)