Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

રશિયામાં ફરી કોરોના સંકટઃ 24 કલાકમાં 1 હજાર મોતથી ખળભળાટઃ ઓફિસો બંધ કરાઇ

રાષ્‍ટ્રપતિ પુટિને તેમના કર્મચારીઓને એક સપ્‍તાહ માટે રજા આપી દીધી

મોસ્કોઃ રશિયામાં કોરોના સંક્રમણને કારણે છેલ્લા 24 કલાકમાં 1000 કરતા પણ વધુ લોકોના મોત થયા છે. જેથી અહીયાની સરકારે 30 ઓક્ટોબર સુધી બધી ઓફિસો પણ બંધ કરાવી દીધી છે.

રશિયામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં ધરખમ વધારો થયો છે. ત્યારે હવે તો અહીયા છેલ્લા 24 કલાકમાં 1024  લોકોના મોત થયા છે. જેના કારણે અહીયાની સરકાર પણ એકશનમાં આવી ગઈ છે. રાષ્ટ્રપકિ વ્લાદિમીર પુતિને તેના કર્મચારીને એક સપ્તાહ માટે પેડ લીવ આપી દીધી છે.

30 ઓક્ટોબર સુધી લોકો પેડ લીવ પર

વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને વ્લાદિમીર પુતીને લોકોને બને તેટલા ઝડપી વેક્સિન લગાવા માટે આદેશ આપ્યા છે. સરકાર દ્વારા પણ 30 ઓક્ટોબર સુધી લોકોને પેડ લીવ પર જવાના આદેશ આપવામાં આવ્યા છે. જેમા રાષ્ટ્રપતિ પુતીને પણ સરકારના પ્લાનને મંજૂરી આપી દીધી છે. જેમા તેમણે એવું કહ્યું છે કે લોકો સ્વસ્થ અને સુરક્ષીત રહે તે વધારે જરૂરી છે.

માત્ર 35 ટકા લોકો વેક્સિનેટેડ

વધતા કેસોને ધ્યાનમાં રાખીને પુતિને વેક્સિનેશનની ધીમી ગતીને જવાબદાર ગણાવી છે. રશિયામાં સ્પુતનિક વી વેક્સીન ઉપલબ્ઘ હોવા છતા અહીયા માત્ર 35 ટકા લોકોએ વેક્સિન લીધી છે. જેના કારણે છેલ્લા એક અઠવાડિયાથી અહીયા કોરોનાના કેસ સતત વધતા જોવા મળીા રહ્યા છે. જેમા છેલ્લા 24 કલાકમાં તો અહીયા 1 હજાર કરતા પણ વધારે લોકોના મોત થયા છે.

છેલ્લા 24 કલાકમાં 34 હજાર કેસ નોંધાયા

સમગ્ર મામલે પુતિને કહ્યું કે લોકો વેક્સિન કેમ નથી લઈ રહ્યા તે વાત આશ્ચર્યજનક છે. જેમા તેમણે એવું પણ કીધું કે મારા નજીકના મિત્ર પણ વેક્સિન નથી લઈ રહ્યા. તેઓ સતત લોકોને વેક્સિન લેવા અપીલ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં અહિયા 2,26,000 લોકોના મોત થયા છે. સાથેજ છેલ્લા 24 કલાકમાં અહીયા 34 હજાર કેસ નોંધાયા છે. જેના કારણે હવે અહીયાની સરકાર એકશન મોડમાં આવી ગઈ છે.

(6:12 pm IST)