Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

બધા ચોરો મોદી અટક કેમ શેર કરે છે ? : કોંગ્રેસ આગેવાન રાહુલ ગાંધીને બદનક્ષી કેસમાં 7 ડિસેમ્બર 2021 સુધી રાહત : ઝારખંડ હાઇકોર્ટે કોઈ કડક કાર્યવાહી હાથ નહીં ધરવાનો આદેશ 7 ડિસેમ્બર સુધી લંબાવ્યો

રાંચી : 2029 ની સાલની લોકસભાની ચૂંટણીઓમાં પ્રચાર સમયે કોંગ્રેસ આગેવાન રાહુલ ગાંધીએ એવું નિવેદન કર્યું હતું કે બધા ચોરો મોદી અટક કેમ શેર કરે છે ? .

રાહુલ ગાંધીના આ વિધાન વિરુદ્ધ પ્રદીપ મોદી નામક એક એડવોકેટે મોદી સરનેમ ધરાવતા લોકોને ચોર ગણવા બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ રાંચી કોર્ટમાં 20 કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો કર્યો હતો .

આથી રાંચી ડીસ્ટ્રીકટ કોર્ટે રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું હતું.જેથી તેઓ હાઇકોર્ટમાં ગયા હતા .અને હાઇકોર્ટે 27 ફેબ્રુઆરી 2020 સુધી કોઈ કડક કાર્યવાહી હાથ નહીં ધરવા આદેશ કર્યો હતો.જે હવે 27 ડિસેમ્બર સુધી લંબાવ્યો છે.જેના કારણમાં જણાવ્યા મુજબ રાહુલ ગાંધીના એડવોકેટ લો ઓફિસર બની ગયા હોવાથી તેમની જગ્યાએ બીજા એડવોકેટની નિમણુંક કરવાનો સમય આપવામાં આવ્યો ચહેરા .તેવું એલએલ દ્વારા જાણવા મળે છે.

(7:22 pm IST)