Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

પીએમ મોદી જવાબ આપે કે 70 દિવસમાં 106 કરોડ લોકોને વેક્સિન કેવી રીતે લગાવશે :કોંગ્રેસનો સવાલ

32 કરોડ લોકોને હજુ વેક્સિનનો એક ડોઝ પણ નથી મળ્યો જ્યારે 42 કરોડ લોકોએ વેક્સિનનો માત્ર 1 ડોઝ લીધો: કોરોનાથી થયેલા મોતના આકડા પર તપાસ કરવા માગ

નવી દિલ્હી :  દેશમાં 100 કરોડ લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે. ત્યારે આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહ્યુ કે કોરોનાને જલ્દીથી જલ્દી હરાવાનો છે. બીજી તરફ કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ તબીબોને તેમજ હેલ્થ વર્કરોને શુભકામનાઓ તો આપી. પરંતુ સરકાર પર પર તેમણે વેક્સિનેશનને લઈને આકરા પ્રહારો કર્યા છે

સુરજેવાલાએ એ હેલ્થવર્કર અને તબીબોને 100 કરોડ વેક્સિનેશન માટે અભિનંદન આપ્યા. સાથેજ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે સરકાર યોગ્ય જવાબદારીઓ સ્વીકારવાની જગ્યાએ પોતાનાજ કામના વખાણ કરી પોતાનેજ શાબાશી આપી રહી છે. 

વધુમાં સુરજેવાલે કહ્યું કે મોદી સરકાર લોકો જીવ જોખમમાં નાખી રહી છે. ઉપરાંત તેમણે સરકારને સવાલ કરતા કહ્યું કે કુલ 74 કરોડ ભારતીયોને વેક્સિન કેટલા સમયમાં મળશે॥ ઉપરાંત એવો પણ તેમણે કર્યો કે 32 કરોડ લોકોને હજુ વેક્સિનનો એક ડોઝ પણ નથી મળ્યો જ્યારે 42 કરોડ લોકો એવા છે કે જેમણે વેક્સિનનો માત્ર 1 ડોઝ લીધો છે.

સરકારને સવાલ કરતા સુરજેવાલે કહ્યું કે પીએમ મોદી જવાબ આપે કે 70 દિવસમાં તેઓ 106 કરોડ લોકોને વેક્સિન કેવી રીતે લગાવશે. આપને જણાવી દઈએ કે સરકારે 2021ના અંત સુધીમાં દરેક લોકોને વેક્સિન આપવાનો દાવો કર્યો હતો. ભારત વેક્સિનના બંને ડોઝ આપવામાં 20માંથી 19માં સ્થાને આવે છે.  

  અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે સુરજેવાલે યોગ્ય તપાસ કરવાની માગ કરી છે. જેમા ખાસ કરીને કોરોનાને કારણે કેટલા લોકોના મોત થયા અને કેટલા લોકોના પરિવારને સહાય આપવામાં આવશે તેને લઈને પણ તેમણે તપાસની માગ કરી છે. 

(8:08 pm IST)