Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

મોઢામાં છુપાવેલા ૪.૫ લાખના સોના સાથે એક શખ્સ જબ્બે

બેંગ્લોર એરપોર્ટ પર કસ્ટમ વિભાગની કાર્યવાહી : અધિકારીઓને આ ફ્લાઈટમાંથી સોનાના પંદર બીજા ટુકડા મળ્યા છે, જેની કિંમત લગભગ પચાસ લાખ જેટલી

બેંગ્લોર, તા.૨૧ : બેંગ્લોરના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ દ્વારા સોનાની દાણચોરી કરી રહેલા ૪૨ વર્ષના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

આરોપી ચેન્નાઈનો રહેવાસી છે. બુધવારે સાંજે તે દુબઈથી બેંગ્લોર એરપોર્ટ પર ઉતર્યો હતો. તેણે સાડા ચાર લાખ રૂપિયાના સોનાના ટુકડા છુપાવ્યા હતા. કસ્ટમ દ્વારા તેને રોકવામાં આવ્યો હતો અને પૂછપરછ કરાઈ હતી. તેને જવાબ આપતા તકલીફ પડી રહી હતી અને કસ્ટમ અધિકારીઓએ તેનુ મોઢુ ખોલાવ્યુ ત્યારે ખબર પડી હતી કે, તેણે સોનાના આ ટુકડા મોઢામાં છુપાવ્યા છે. અધિકારીઓને આ ફ્લાઈટમાંથી સોનાના પંદર બીજા ટુકડા પણ મળ્યા છે. જેની કિંમત લગભગ પચાસ લાખ રૂપિયા જેટલી થાય છે. આ ટુકડા તેણે ફ્લાઈટમાં છોડી દીધા હોવાનુ મનાય છે.

આરોપી ૧૪ ઓક્ટોબરે ચેન્નાઈથી દુબઈ ગયો હતો અને વળતા બેંગ્લોર એરપોર્ટ પર ઉતર્યો હતો.

(8:50 pm IST)