Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

નેપાળમાં ભારે વરસાદ, પૂર-ભૂસ્ખલનથી તબાહી: વધુ 11 લોકોના મોત :મૃત્યુઆંક વધીને 88 થયો

પંચથરમાં સૌથીવધુ 27 મોત :ઈલ્મ અને દોતી જીલ્લામાં 13-13 મોત 15 અન્ય જીલ્લાઓમાં પણ મોત

નેપાળમાં ભારે વરસાદને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં વધુ 11 લોકોના મોત થયા છે. જેના કારણે મૃત્યુઆંક વધીને 88 થઈ ગયો છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના લેટેસ્ટ આંકડા અનુસાર, હાલ 30 જેટલા લોકો ગુમ હોવાનું સામે આવ્યું છે. પૂર્વીય નેપાળના એક જીલ્લા પંચથરમાં સૌથીવધુ 27 મોત નોંધાયા છે.

ઈલમ અને દોતી જીલ્લામાં 13-13 મોત થયા છે. 15 અન્ય જીલ્લાઓમાં પણ મોતના એહવાલ સામે આવ્યા છે. બજાંગ જીલ્લામાં 21 લોકો ગુમ હોવાનું સામે આવ્યું છે. હાલ વરસાદ બંધ થતા સ્થિતિમાં સુધાર આવી રહ્યો છે. આ સમયે સરકારે સેના અને પોલીસને વિવિધ સ્થળોએ ફસાયેલા વિદેશી નાગરિકોને તાત્કાલિક ધોરણે સુરક્ષિત સ્થળે પહોંચાડવા સૂચના આપી છે.

(12:31 am IST)