Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

કયારે સુધરશે સમાજ

દલિતોના વાળ કાપ્યા તો લગાવ્યો ૫૦ હજારનો દંડ, આત્મહત્યા કરવા મજબૂર બન્યો પરિવાર

બેંગ્લોર,તા.૨૧ : કર્ણાટકના એક ગામમાં એક શખ્સ અને તેના સમગ્ર પરિવારનો સામાજિક બહિષ્કાર કરી દેવામાં આવ્યો છે. કારણ ફકત એટલુ જ છે કે, તેણે અનૂસૂચિત જાતિ અને જનજાતિના લોકોના વાળ કાપ્યા હતા. ન્યાય ન મળવાના કારણે તેણે આત્મહત્યા કરવા સુધીની પણ ધમકી આપી છે. કેમ કે, આ કામ કરવા પાછળ તેને ૫૦ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

 વિગતવાર વાત કરીએ તો, કર્ણાટકના મૈસુર જિલ્લાના નનજાનગુડી તાલુકાના હલ્લારે ગામની આ ઘટના છે. જયાં મલ્લિકાર્જૂન શેટ્ટી પોતાની નાની એવી સલૂન ચલાવે છે. દરેક સમુદાયના લોકો તેને ત્યાં વાળ-દાઢી કપાવા આવે છે. તે કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક લોકો વાળ-દાઢી કરે છે. તથા દરેક પાસેથી થતાં રૂપિયા જ લેતો હોય છે. જો કે, હવે તેની સામે મોટી મુશ્કેલી આવી પડી છે. કેમ કે, તેણે દલિતોના વાળ કાપ્યા હતા. વધુમાં તેમની પાસેથી આ ભાઈ વધારે પૈસા પણ નથી લેતો. ત્યારે ગામલોકોએ આ ભાઈની વિરુદ્ઘમાં એવુ ફરમાન જાહેર કર્યુ છે કે, જયારે તે ૫૦ હજાર રૂપિયાનો દંડ ભરશે, ત્યારે જ તેને સમાજમાં સામેલ કરવામાં આવશે, અન્યથા તેનો બહિષ્કાર કરી દેવામાં આવશે.

 પીડિત મલ્લિકાર્જૂન જણાવે છે કે, મારી સાથે આ ત્રીજી વાર આવી ઘટના બની છે. હું પહેલા પણ આ પ્રકારનો દંડ ભરી ચુકયો છું. એસસી સમુદાયના લોકોના વાળ કાપવાના કારણે અમુક લોકો મને હેરાન પરેશાન કરી રહ્યા છે. ત્યારે હવે જો મારી આ તકલીફનું સમાધાન નહીં થાય અને મને ન્યાય નહીં મળે તો હું પરિવાર સહિત આત્મહત્યા કરી લઈશ. મેં ઓથોરિટીમાં પણ ફરિયાદ કરી છે.

 અગાઉ પણ તેમની દુકાન પર જઈને માથાભારે તત્વો ધમકાવી આવ્યા હતા. તેણે દલિતોના વાળ કાપ્યા તો, આ લોકો ધમકાવા લાગ્યા હતા. જયારે દુકાનદારે સામે જવાબ આપવાનો પ્રયાસ કર્યો તો, જાનથી મારી નાખવાની ધમકી પણ આપી દીધી. તેના દિકરા સાથે મારપીટ કરી અને ૫૦૦૦ રૂપિયા પણ છીનવી લીધા.

(10:12 am IST)
  • સાઉથ આફ્રિકાનો એક ખેલાડી કોરોનાથી સંક્રમિત : ઇંગ્લેન્ડ વિરુદ્ધ મર્યાદિત ઓવરોની સિરિઝ પહેલા સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમના ત્રણ ખેલાડીઓ આઇસોલેશન પર access_time 3:44 pm IST

  • મુંબઈમાં ' કરાંચી સ્વીટ્સ ' નું નામ બદલવા શિવસેનાની માંગણી અંગે ભાજપ અગ્રણી દેવેન્દ્ર ફડણવીસનું મંતવ્ય : અમે ' અખંડ ભારત ' નું સ્વપ્ન સાકાર કરવા માંગીએ છીએ : એક દિવસ એવો આવશે કે કરાંચી પણ ભારતમાં હશે : લવ જેહાદ વિરુદ્ધ કાયદો પસાર કરવાની જવાબદારી સરકારની access_time 12:00 pm IST

  • કોરોનાનું હોટસ્પોટ બની ગયેલા ભુજમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે તંત્ર એક્શનમાં મોડમાં : ભુજ શહેર અને તાલુકામાં કોવિડ ગાઈડલાઈનની અમલવારી માટે ટિમોની રચના :ભુજના 12 વોર્ડ માટે 4 અને તાલુકા માટે બે ટીમોની થઈ રચના:મદદનીશ કલેક્ટર અને ભુજ પ્રાંત અધિકારી મનીષ ગુરવાણીએ કર્યો હુકમ access_time 11:19 pm IST