Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

નગરોટા એન્કાઉન્ટરમાં ઠાર કરાયેલા આતંકીઓને મસૂદ અઝહરનો ભાઇ રઉલ લાલા આપતો હતો આદેશ

આતંકીઓને ચૂંટણી દરમિયાન મોટા હુમલાના ઇરાદે મોકલવામાં આવ્યા હતા : કેટલાક દિવસ પહેલા શક્કરગઢમાં જોવા મળ્યો હતો રઉફ લાલા

નવી દિલ્હી : જમ્મુના નાગરોટામાં એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા જૈશ-એ-મોહમ્મદના ચાર આતંકી પાકિસ્તાનના હતા. જાસુસી એજન્સીઓ અનુસાર, આ તમામ આતંકી ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (DDC)ની ચૂંટણી દરમિયાન મોટા હુમલાના ઇરાદે મોકલવામાં આવ્યા હતા અને પાકિસ્તાનમાં બેઠેલો જૈશનો સરગના મસૂદ અઝહરના ભાઇ રઉફના સતત સંપર્કમાં હતા. તપાસ એજન્સીઓએ જણાવ્યુ કે જે સમયે આતંકીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યુ તે સમયે પણ રઉલ લાલા આ તમામ આતંકીઓને આદેશ આપી રહ્યો હતો

   તપાસ એજન્સીઓને આ વાતના પુરાવા મળ્યા છે કે જૈશના આ આતંકીઓને પાકિસ્તાને મોકલ્યા હતા અને ત્યાથી તેમણે આદેશ પણ આપવામાં આવી રહ્યા હતા. તપાસ એજન્સીઓ પાસેથી પાકિસ્તાનની એક કંપનીનું ડિજિટલ મોબાઇલ રેડિયો (DMR) જપ્ત થયુ છે. આટલુ જ નહી આતંકીઓ પાસેથી જે મોબાઇલ મળ્યુ છે, તેના મેસેજ જોયા બાદ સ્પષ્ટ થાય છે કે આતંકી સતત પાકિસ્તાનમાં બેઠેલા પોતાના આકાઓના સંપર્કમાં હતા. એજન્સીને શક છે કે આ મેસેજ પાકિસ્તાનના શકરદઢથી મોકલવામાં આવ્યા છે

   જાસુસી એજન્સી અનુસાર ડિજિટલ મોબાઇલ રેડિયોને પાકિસ્તાનની એક કંપની માઇક્રો ઇલેકટ્રોનિક્સ બનાવે છે. આ મેસેજને જોયા બાદ સ્પષ્ટ થઇ ગયુ કે પાકિસ્તાન એક વખત ફરી ભારતમાં મોટા આતંકી ષડયંત્ર રચવાની ફિરાકમાં હતું. આ સાથે જ તપાસ એજન્સીઓને આતંકીઓના જે જૂતા મળ્યા છે તે પણ પાકિસ્તાનના કરાચીમાં બનાવવામાં આવ્યા છે. આ સાથે જ એક વાયરલેસ સેટ અને એક જીપીએસ ડિવાઇસ પણ જપ્ત કરવામાં આવ્યુ છે અને તેની તપાસમાં ખબર પડી છે કે આ તમામ ડિવાઇસ પાકિસ્તાનમાંથી લેવામાં આવ્યા છે.

  જાસુસી જાણકારી અનુસાર રઉફ લાલા કેટલાક દિવસ પહેલા જમ્મુના સાંબા અને હીરાનગર સેક્ટરની સામેની પાર પાકિસ્તાનના શક્કરગઢમાં જોવા મળ્યો હતો. 31 જાન્યુઆરીએ પણ રઉફ લાલાએ આ રીતે આતંકીઓની ઘૂષણખોરીનું ષડયંત્ર રચ્યુ હતું પરંતુ સુરક્ષાદળોએ ટોલ પ્લાજા પાસે તેમણે ઘેરીને ઠાર માર્યા હતા.

માર્યા ગયેલા જૈશના આતંકીઓ પાસેથી 11 એકે 47 રાઇફલ્સ, 29 હેન્ડ ગ્રેનેડ અને ત્રણ પિસ્ટોલ જપ્ત થઇ છે. આ સિવાય કેટલોક અન્ય સામાન પણ મળ્યો છે

(1:09 pm IST)