Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

બપોરે ૧-૦૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર નજીક એક મોટરકારમાં સાત લોકો જીવતા સળગી મર્યા છે, સાંતલપુર પંથકના બે પરિવારોનો માળો વિખાઈ ગયો: શિયાળાના પ્રારંભે સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડો પવન ફૂંકાઇ રહ્યો છે, કાતિલ ઠંડીનો પ્રારંભ, કચ્છના નલિયામાં ૮.૫ ડિગ્રી, રાજકોટ ૧૧.૨ ડિગ્રી જેવું વહેલી સવારે ઠંડુગાર વાતાવરણ,: સોરઠમાં ઠંડી વધી, ગિરનાર પર્વત ઉપર 7.9 ડિગ્રી જેવી જોરદાર ઠંડી પ્રવર્તે છે: વીરપુરમાં પુજ્ય જલારામ બાપાની 221 મી જન્મ જયંતીની સાદાઈથી ઉજવણી, ભાવિકોને ઉકાળાનું વિતરણ, સોમવારથી દર્શન અને પ્રસાદ બંધ, ભાવિકોને ઘરે રહીને ઉજવણી કરવા પૂજ્ય રઘુરામ બાપાની અપીલ: રાજકોટમાં આજે કોરોનાથી છ મૃત્યુ, શહેરમાં 43 અને ગ્રામ્ય વિસ્તારમાં 259 કન્ટેન્મેન્ટ ઝોન: રાજકોટ વીજતંત્રના 17 ઇજનેરો અને કર્મચારીઓને કોરોના વળગ્યો: રાજકોટમાં અલગ અલગ સાત સ્થળોએ કોરોના ટેસ્ટિંગ બૂથ શરૂ કરવામાં આવ્યા: કર્ફ્યુનો અમદાવાદમાં કડક અમલ, સમગ્ર અમદાવાદમાં સન્નાટો, બે દિવસ લોકો ઘરમાં જ રહેશે, અમદાવાદના પ્રવેશદ્વાર ઉપર નાકાબંધી, અનેક લોકોને પોલીસે રોકીને પરત મોકલ્યા: હોંગકોંગની સરકારે એર ઇન્ડીયાની ફ્લાઇટો ઉપર પાંચમી વખત પ્રતિબંધ લાદયો: મધ્યપ્રદેશમાં આજથી પાંચ શહેરોમાં નાઈટ કફર્યું: કાલથી રાજસ્થાનના તમામ જિલ્લામાં આજથી 144ની કલમ લાગુ: અફઘાનિસ્તાનનું પાટનગર કાબુલ સીરીયલ બ્લાસ્ટથી ધણધણી ઉઠયું છે, 14 રોકેટ ફાયર કરાયા, ત્રણના મોત ૧૧ ઘાયલ: ડોક્ટરોએ સલાહ આપતાં સોનિયા ગાંધીએ દિલ્હી છોડ્યું, પુત્ર રાહુલ ગાંધી સાથે ગોવા પહોંચ્યા, પાટનગરમાં વધતા પ્રદૂષણના કારણે દિલ્હીથી દૂર રહેવાની સલાહ, સોનિયાજીને છાતીમાં ચેપ અને દમ વધ્યો, અમદાવાદમાં કોરોના વિસ્ફોટ નવા 305 કેસ નોંધાયા, 17 વિસ્તાર માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર, આજે રાતથી રંગીલા રાજકોટ સહિત વડોદરા અને સુરતમાં નાઈટ કર્ફ્યુનો જબર જસ્ત અમલ શરૂ થશે, શહેરની night life ને બ્રેક, રાત્રિના ચા ગાંઠિયા ખાવાના શોખીનો ઘરમાં પુરાઈ રહેશે, રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલ કફર્યુનું કડક પાલન કરાવવા કટિબદ્ધ: અનેક રાજ્યોમાં કોરોનાની બીજી લહેર શરૂ, સુરક્ષિત માસ્ક પહેરે તો ૯૫ ટકા લોકો સહી સલામત રહેશે અને lockdown લગાવવું નહીં પડે: who: અમેરિકામાં કોરોના આઉટ ઓફ કન્ટ્રોલ, ૨૪ કલાકમાં બે લાખથી વધુ કેસ નોંધાયા, ભારત બીજા નંબરે 46 હજાર થી વધુ કેસ, ઇટલી અને બ્રાઝિલમાં 37 હજારથી પણ વધુ કેસ નોંધાયા, ભારતમાં દિલ્હીમાં ૨૪ કલાકમાં સૌથી વધુ 6608, કેરળમાં 6,028 અને મહારાષ્ટ્રમાં 5640 નવા કેસ: અનેક શહેરોમાં કોરોનાની નવી લહેર પ્રસરી ગઈ: તારક મહેતાના ઉલ્ટા ચશ્મા'ના નિર્માતા આસિત મોદીને કોરોના વળગ્યો: દુનિયાભરના નેતાઓને કોરોના સંક્રમિત પત્રો મોકલવામાં આવી રહ્યા છે, ઈન્ટરપોલે જ્યારે જાહેર કરી: દેશભરમાં કામકાજના કલાકો આઠને બદલે ૧૨ થશે: શ્રમ મંત્રાલય

(1:11 pm IST)