Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

ગૂગલ, ફેસબુક અને ટ્વિટરની પાકમાંથી વેપાર સમેટવા ધમકી

ઈન્ટરનેટ કંટેટ પર સેન્શરશિપનો વિરોધ : ઇન્ટરનેટ કંપનીઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા એશિયા ઇન્ટરનેટ એલાયન્સે પાકમાં નવા કાયદા પર ચિંતા દર્શાવી

નવી દિલ્હી, તા. ૨૧ : નવા ડિજિટલ કાયદાના આગમનથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. ઈન્ટરનેટ અને ટેકનોલોજીના મુખ્ય કંપનીઓએ પાકિસ્તાનને ધમકી આપી છે કે જો કાયદો નહીં બદલવામાં આવે તો તેઓ પાકિસ્તાનથી પોતાનો વેપાર સમેટવા માટે મજબૂર થવું પડશે. તેમાં ગૂગલ, ફેસબુક અને ટ્વિટર જેવી મોટી કંપનીઓનો સમાવેશથાય છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને બુધવારે જાહેરાત કરી હતી કે હવે તેમના ત્યાં ઇન્ટરનેટના કંટેટ પર સેંશરશિપ લાવવામાં આવશે. નિયમો તોડનાર કંરની વિરુદ્ધ દંડ ફટકારવામાં આવશે.

સરકારની નીતિઓની વાત કરીએ તો વૈશ્વિક ઇન્ટરનેટ કંપનીઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા એશિયા ઇન્ટરનેટ એલાયન્સએ એક નિવેદનમાં કહ્યું છે કે ઇન્ટરનેટ કંપનીઓને લક્ષ્યાંક બનાવનારા નવા કાયદા ચિંતાજનક છે. જણાવી દઇએ કે ગૂગલ, ફેસબુક અને ટ્વિટર પણ જોડાણનો એક ભાગ છે. કંપનીઓએ વાત એવા સમયે કહ્યું છે જ્યારે ઇન્ફર્મેશન ટેકનોલોજી (આઈટી) મંત્રાલયે જાહેરાત ફક્ત બે દિવસ પહેલા કરી હતી.

પાકિસ્તાનના અખબાર અનુસાર બુધવારે આઇટી મંત્રાલયે જાહેર કરેલા નવા નિયમો હેઠળ સોશિયલ મીડિયા કંપનીઓ અને ઇન્ટરનેટ સર્વિસ કંપનીઓને તપાસ એજન્સીઓ પૂછશે તે તમામ માહિતી આપવાની રહેશે. માહિતીમાં સબ્સ્ક્રાઇબર માહિતી, ટ્રાફિક ડેટા અને વપરાશકર્તા ડેટા શામેલ હોઈ શકે છે. નવા નિયમો હેઠળ સોશિયલ મીડિયા કંપનીઓ અથવા ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને ઇસ્લામનો બદનામ કરવા, અભદ્ર ભાષા, અશ્લીલતા અથવા કોઈપણ સામગ્રીને વેગ આપવા બદલ .૧૪ મિલિયન ડોલર સુધીનો દંડ કરવામાં આવશે.

(8:51 pm IST)