Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2023

નિયોજન કેમિકલ્‍સની આવક ૯ ટકા વધી : શ્રેષ્‍ઠ પ્રદર્શન

 મુંબઇ,તા.૨૧ : નિયોજન કેમિકલ્‍સ લિમીટેડ (નિયોજન)એ ૩૦ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૩ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળાના પોતાના નાણાંકીય પ્રદર્શનની રજૂઆત કરી છે.

Q2 FY24માં વાર્ષિક ૯%ની વળદ્ધિ સાથે આવક રૂ. ૧૬૧.૭ કરોડ હતી. અન્‍ય પરિબળો ઉપરાંત વૈશ્વિક ઇન્‍વેન્‍ટરીમાં ઘટાડો, મહત્ત્વના નિકાસ બજારોમાં મંદી અને જિયોપોલિટીકલ અનિヘતિતાઓને લઇને પડકારજનક બાહ્ય પર્યાવરણ વધુ તીવ્ર બન્‍યુ હોવા છતાં તે હાંસલ કરવામાં આવ્‍યુ હતું. તાજેતરના ક્ષમતા વિસ્‍તરણો, સ્‍થિર માગ અને બ્‍યુલી કેમના યોગદાને વળદ્ધિના વેગને ટેકો આપ્‍યો હતો.

ઇબીઆઇટીડીએમાં વાર્ષિક ૭્રુનો વધારો થઇને રૂ. ૨૫.૯ કરોડ થઇ હતી. સુધારેલી પ્રોડક્‍ટમિક્‍સ અને મહત્ત્વના કાચામાલ અને ય્‍પ્‍ ખર્ચમાં થયેલો ઘટાડો નફાકારકતામાં વળદ્ધિનું પ્રદર્શન કરે છે.

કરબાદ નફો (PAT) રૂ. ૭.૯ કરોડ હતો જે Q2FY23ના રૂ. ૯.૯ કરોડની તુલનામાં ૨૦% નો ઘટાડો દર્શાવે છે. ઊંચા ધિરાણ ખર્ચ અને કંપની દ્વારા હાથ ધરાયેલ આગળ ધપી રહેલા CAPEX પ્રયત્‍નોને કારણે PAT નીચો રહ્યો હતો. તાજેતરની પ્રેફરન્‍સ શેરની કાર્યવાહીમાંથી વ્‍યૂહાત્‍મક ઋણ પરતચૂકવણી નજીકના ભવિષ્‍યમાં ધિરાણ ખર્ચને નીચો લાવવામાં મદદરૂપ થશે.

(5:25 pm IST)