Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2023

અક્ષય નવમી ના દિવસે ભગવાન વિષ્ણુની પૂજાનું અનેરૂ મહત્વ

વાસ્તુશાસ્ત્ર અનુસાર આ દિવસે આમળાના વૃક્ષ નીચે પૂજા વિધિ કરી શકાય

ડાયાબિટીસના દર્દીઓ આ રીતે રોગપ્રતિકારક શક્તિ વધારી શકે છે.

 

તણાવ પર નિયંત્રણ : શરીરમાં બ્લડ શુગર લેવલ વધવાનું એક કારણ તણાવ પણ છે. સ્ટ્રેસને કારણે માત્ર રોગપ્રતિકારક શક્તિ જ નબળી નથી પડતી, પરંતુ આખા શરીરનું સંતુલન ખોરવાય છે. તણાવ ઘટાડવા માટે, ડાયાબિટીસના દર્દીઓ મિત્રો સાથે વાત કરે કે યોગ કરે અથવા પુસ્તકો વાંચે  અને એકલા રહેવાનું ટાળે છે. તમને જણાવી દઈએ કે જેટલો સ્ટ્રેસ ઓછો હશે તેટલી જ બ્લડ શુગર કંટ્રોલમાં રહેશે.

 

વર્કઆઉટ કરો : શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કસરત કરવી ખૂબ જ જરૂરી છે. આ માટે તમે રૂમમાં જ ચાલી શકો છો. પરંતુ અમે તમને જણાવી દઈએ કે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે કસરત કરવી ખૂબ જ જરૂરી છે.

શરીરને હાઇડ્રેટેડ રાખો- શિયાળાની ઋતુમાં લોકો પાણી ઓછું પીવે છે જેના કારણે તેમનું શરીર યોગ્ય રીતે હાઈડ્રેટ નથી થઈ શકતું. આ જ સમયે પૂરતું પાણી ન પીવાથી રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડી જાય છે. આવી સ્થિતિમાં શરીરને હાઇડ્રેટ રાખવા માટે નારિયેળ પાણી પીવો.

પૂરતી ઊંઘ લો : રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં, જો તમે ઈચ્છો છો કે તમે વારંવાર બીમાર ન પડો, તો તમારે 5 કલાકની ઊંઘ લેવી જ જોઇએ.

 

 

(6:08 pm IST)