Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2023

દિલ્હીમાં ટૂંક સમયમાં પાણીની તીવ્ર અછત સર્જાઈ શકે છેઃ મંત્રી આતિશીની ચેતવણી

નાણામંત્રીના લેખિત આદેશ બાદ પણ ફંડ બહાર પાડવામાં આવતું નથી.

નવી દિલ્હી : દિલ્હી સરકારના મંત્રી આતિશીએ કહ્યું છે કે ટૂંક સમયમાં દિલ્હીમાં પાણીની તીવ્ર તંગી સર્જાઈ શકે છે. મુખ્ય સચિવની સૂચના પર નાણા સચિવ આશિષ વર્માએ ઓગસ્ટ મહિનાથી જલ બોર્ડના તમામ ફંડ રોકી દીધા છે. નાણામંત્રીના લેખિત આદેશ બાદ પણ ફંડ બહાર પાડવામાં આવતું નથી. પગાર અને નિયમિત કામ માટે પણ પૈસા નથી. તમામ કોન્ટ્રાક્ટરોએ કામ કરવાની ના પાડી દીધી છે.

 

   
(7:31 pm IST)