Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

ગુરુવારે આજે રાત્રે 10.20 વાગ્યે કર્ણાટકમાં પ્રચંડ ધડાકા સાથે ભૂકંપ જેવા આંચકા અનુભવાયા

કર્ણાટકના શિવમોગામાં જોરદાર ધડાકા સાથે રાત્રે ૧૦.૨૦ કલાકે ભૂકંપ જેવા આંચકા આવતા લોકો ઘર બહાર નીકળી આવ્યા છે..

ધ્રુજારી સાથે જોરદાર બ્લાસ્ટ થયો હોય તેવો મોટો અવાજ સાંભળવામાં આવ્યો.  

  ઘટના અંગે ટિ્‌વટ થયું ત્યારે જિલ્લાના ઘણા લોકો માઇક્રોબ્લોગિંગ સાઇટ પર ગયા હતા અને કહ્યું હતું કે તેઓ ધડાકો સાંભળી ચૂક્યા છે અને કંપન અનુભવાયા હતા. 

ઠેઠ  ચિકમંગલુર જિલ્લા સુધી ધ્રુજારી અનુભવવામાં આવ્યાનું કહેવાય છે. જો કે ધરતીકંપ હોવાનું હજુ સુધી સત્તાવાર જાહેર થયું નથી અને આવી ધડાકો શેને લીધે થયો તે જાણવા મળતું નથી.

(12:33 am IST)
  • પંજાબના બે પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ : 50 હજાર મરઘીઓને મારી નાખવાનું અભિયાન આજ 22 જાન્યુઆરીથી શરૂ : પી.પી.ઈ.કીટ પહેરી જુદી જુદી ટીમો કામગીરી શરૂ કરી દેશે access_time 12:40 pm IST

  • રાજસ્થાનના દોઢ ડઝન જિલ્લામાં બર્ડ ફ્લુનો પગપેસારો: રાજસ્થાનના ૧૭ જિલ્લામાં બર્ડ ફ્લુનો પગપેસારો: સત્તાવાર જાહેરાત: રાજસ્થાનમાં અત્યાર સુધીમાં ૧૮૧ પક્ષીઓ મૃત્યુ પામેલ મળી આવ્યા છે. access_time 12:16 am IST

  • રાજકોટ-68નાં કોંગ્રેસનાં પુર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ, રાજકોટ મહાનગરપાલિકાનાં પુર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા સહિતનાં આગેવાનોની આજે મોડી રાત્રે અકિલા ચોકમાં અનશન ઉપર બેસતા ત્રીજી વખત અટકાયત કરતી રાજકોટ પોલીસ... access_time 11:10 pm IST