Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

ઓ બાપ રે...પેટ્રોલ હવે ૧૦૦ રૂપિયે લીટરથી માત્ર ૨.૫૦ રૂ. દૂર

આજે ફરી વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવઃ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલનો ભાવ રૂ. ૯૭.૫૦ થયો જ્યારે ડીઝલનો ભાવ ૮૯.૧૮ રૂ. પ્રતિ લીટર થયો : મુંબઈમાં પેટ્રોલનો ભાવ ૯૨.૦૪ રૂ. તો ડીઝલનો ભાવ ૮૨.૪૦ થયોઃ ક્રૂડનો ભાવ સ્થિર હોવા છતા ઘરઆંગણે ઈંધણ મોંઘુ થઈ રહ્યુ છે

નવી દિલ્હી, તા. ૨૨ :. બે દિવસના વિરામ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એક વખત વધારો થયો છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ હવે ૧૦૦ રૂ. લીટરથી માત્ર અઢી રૂ. દૂર થાય છે, તો મુંબઈ અને ઈન્દોરમાં પેટ્રોલનો ભાવ ૯૨ રૂ. ઉપર ચાલ્યો ગયો છે. આજે ડીઝલના ભાવમાં ૨૩ થી ૨૭ પૈસા તો પેટ્રોલમાં ૨૨ થી ૨૫ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૮૫.૪૫ રૂ. અને ડીઝલનો ભાવ ૭૫.૬૩ થઈ ગયો છે. આ જ રીતે મુંબઈમાં પેટ્રોલ ૯૨.૦૪ રૂ. અને ડીઝલ ૮૨.૪૦ રૂ. લીટર થયુ છે. ચેન્નઈમાં પેટ્રોલના ૮૮.૦૭ રૂ. તો ડીઝલ ૮૦.૯૦ રૂ. થયુ છે. કોલકતામાં પેટ્રોલનો ભાવ ૮૬.૮૭ રૂ. અને ડીઝલ ૭૯.૨૩ રૂ. થયા છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવ તેના સૌથી ઉચ્ચત્તમ શિખરે પહોંચી ગયા છે. જો કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં નરમાશ જોવા મળી છે અને ક્રૂડ ૫૫ ડોલર પ્રતિ બેરલ થઈ ગયુ છે. ભારતીય બાસ્કેટમાં જે ક્રૂડ આવે છે તે લગભગ ૨૦ થી ૨૫ દિવસ જૂનુ હોય છે એટલે કે આજે જે ક્રૂડનો ભાવ છે તેની અસર ૨૦ થી ૨૫ દિવસ બાદ જોવા મળી શકે છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એકસાઈઝ ડયુટી, ડીલર કમિશન અને અન્ય ચીજો જોડયા બાદ તેનો ભાવ ડબલ થઈ જાય છે. જો કેન્દ્રની એકસાઈઝ ડયુટી અને રાજ્ય સરકારોનો વેટ હટાવાઈ તો ડીઝલ અને પેટ્રોલનો ભાવ લગભગ ૨૭ રૂ. લીટર થઈ જાય પરંતુ કેન્દ્ર હોય કે રાજ્ય સરકાર બન્ને કોઈપણ ભોગે ટેકસ હટાવી નથી શકતી કારણ કે તેની આવકનો મોટો ભાગ આ જ છે.

(10:20 am IST)
  • નાંદોદ ના રીગણી પાસે હાઈવા ટ્રકે બાઈક સવાર GRD જવાનને અડફ્ટમાં લેતા ઘટના સ્થળે જ મોત access_time 12:58 am IST

  • દેશમાં કોરોના હાંફી ગયો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,692 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,25,420 થઇ :એક્ટિવ કેસ 1,86,558 થયા: વધુ 16,288 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,81,391 થયા :વધુ 147 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,053 થયા access_time 1:02 am IST

  • શેલ્ટર હોમમાં ૩ મહિલાની લાજ લૂંટવામાં આવી: છત્તીસગઢમાં બિલાસપુરના એક શેલ્ટર હોમમાં ત્રણ મહિલાઓના યોન શોષણ નો મામલો બહાર આવ્યો છે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે access_time 12:15 am IST