Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

'આ અમેરિકાનો દિવસ છે, આ લોકશાહીનો દિવસ છે, આ દિવસ છે ઈતિહાસ અને આશાનો...' પ્રમુખ બાયડનના આ દમદાર શબ્દો છે ઈન્ડીયન- અમેરિકન વિનય રેડ્ડીના

શપથગ્રહણનું છાપ છોડી જનારૂ ભાષણ વિનય રેડ્ડીએ તૈયાર કર્યુ હતું: બાયડન-હેરીસ કેમ્પેઈનના તેઓ મુખ્ય સલાહકાર હોવા સાથે લાંબા સમયથી બાયડેનની સ્પીચ તૈયાર કરી રહ્યા છેઃ ઓબામા-બાયડનકાળથી તેમની સાથે કાર્યરત

યુએસ, તા. ૨૨ :. વિનય રેડ્ડી ચોલેટી, તેલંગાણા મૂળના ભારતીય અમેરિકી છે. બાયડનની વહીવટી નીતિ અને વર્તમાન સ્થિતિમાં વગોવાયેલા અમેરિકી તંત્રની નખશીખી લોકશાહી છાપને ફરી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પ્રસ્થાપિત કરવાની નેમ સાથેની પાવરફુલ સ્પીચ જે શપથગ્રહણ સાથે બાયડેને આપેલી તે વિનય રેડ્ડીએ તૈયાર કરેલી.

આ સ્પીચમાં જો બાયડનની લોકશાહી પર વજન આપતી વિચારધારા, યુનીટી અને આશાઓ સાથેની આવનારા પડકારોને પહોંચી વળવાનો ગોલ તેમણે પોતાનો વકતવ્યમાં પ્રદર્શિત કર્યો હતો. વિનય રેડ્ડીએ તૈયાર કરેલા આ ભાષણના પ્રેરણાત્મક અને શાતા આપતા શબ્દોની ભારે પ્રસંશા થઈ રહી છે. રેડ્ડી ડેટોનમાં ઉછર્યા છે. ઈમીગ્રેન્ટ પરિવારના તેઓ ત્રણ પૈકીના બીજા નંબરના અને તેઓ ઓહીયો પબ્લિક સ્કૂલમાં પોતાનું શિક્ષણ પુરૂ કરી માયામી યુનિવર્સિટી એ ઓહીયો સ્ટેટ યુનિ. કોલેજ ઓફ લોમાંથી ઉચ્ચ ડીગ્રી મેળવી વર્તમાનમા ન્યુયોર્કમાં તેમના પત્નિ અને બે પુત્રીઓ સાથે વસવાટ કરી રહ્યા છે.

૧૯૭૦માં વિનયના પિતા નારાયણ રેડ્ડી અમેરિકા આવ્યા હતા. તેલંગાણાના કરીમનગર જિલ્લાના પોથીરેડ્ડીપેટ ગામડામાંથી તેઓ આવતા હતા. વિનયે એમબીબીએસ પુરૂ કર્યુ જેનુ ગૌરવ તેના પિતા-પરિવાર અને સંબંધીઓ ગર્વભેર લઈ રહ્યા હતા. ડીસેમ્બર ૨૦૨૦માં વિનય રેડ્ડીને બાયડને લાંબા સમય માટે પોતાની સ્પીચ તૈયાર કરવા માટે અને બાયડનના હેરીસ કેમ્પેઈન માટે સલાહકાર તરીકે પસંદ કર્યા હતા. તેઓ વિનય રેડ્ડી ઓબામા-બાયડન કાર્યકાળથી બાયડન સાથે જોડાયેલા છે. તેઓએ યુએસની એન્વાયરમેન્ટલ પ્રોટેકશન એજન્સી અને ડીપાર્ટમેન્ટ ઓફ હેલ્થ અને હ્યુમન સર્વિસીઝ વિભાગના ડે. સ્પીચ રાઈટર તરીકે અને તેમના હોમ સ્ટેટ ઓહીયોના સેનેટર શેરોન બ્રાઉનના સ્પીચ રાઈટર તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી હતી. રાજકારણ અને સામાજિક મામલાઓની ઉંડી સમજ તેમને તેમના જીન્સમાં મળેલી છે. તેમના દાદા તિરૂપતિ રેડ્ડી ગામડાના સરપંચ તરીકે સેવાઓ આપતા હતા. વિનયનો જન્મ અને ઉછેર અમેરિકામાં થયેલો છે. પુલ્લાચારી ગામડાના સરપંચ કહે છે કે અમને વિનય ઉપર ગર્વ છે. વિનયના પિતા નારાયણ રેડ્ડી હજુ પણ પોતાના વતન સાથે જોડાયેલ છે. તેમના પરિવારજનોએ પીટીઆઈને જણાવ્યુ કે એક વર્ષ પહેલા તેઓ તેલંગાણા આવ્યા હતા. વિનયના પરિવારે ગામડામા તૈયાર થનાર મંદિર માટે અને સ્કૂલ માટે તાજેતરમાં જ પોતાનુ દાન આપ્યુ હતું.

બાયડેનના યાદગાર વાકયો

- આ અમેરિકાનો દિવસ છે, આ લોકશાહીનો દિવસ છે, આ દિવસ છે ઈતિહાસ અને આશાનો.

- આજે આપણે ઉજવણી કરીએ છીએ તે ઉમેદવાર માટે નહિ પરંતુ કારણ માટે કરીએ છીએ. આપણે ફરીથી લોકશાહી કિંમત કરતા શીખવુ પડશે, લોકશાહી સહેજમાં તૂટી જાય તેવી નથી હોતી. આ ક્ષણે લોકશાહીની જીત થઈ છે.

- યુનિટી વગર શાંતિ નથી. યુનિટી વગર કડવાશનું વાતાવરણ જ હોય છે. કોઈ એક વ્યકિતથી વિકાસ થતો નથી. આ કટોકટી અને પડકારોનો સમય છે. આગળનો રસ્તો એક થવાનો જ રાહ ચિંધે છે. 'થોડા દિવસ પહેલા તોફાની ટોળાના હિંસક વિચારોએ લોકોની ઈચ્છાને તોડી પાડવાનું અને આપણી લોકશાહી માટે કામ કરવા જનારને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ આજે, આવતીકાલે કોઈ દિવસ નહિ બને.

- આ જીંદગી છે જેનુ નિર્માણ વિધાતાએ કર્યુ છે તેના લેખાજોખા આપણે કરવાના નથી. કયારેક આપણે કોઈના તો કયારેક તેમને આપણા હાથની જરૂર પડવાની છે. આ જ આપણે એકબીજાએ સમજવાનુ છે.

- બાઈડેને પોતાના ભાષણના અધ્ધવચ્ચે વોશિંગ્ટનના કાર્યો વિષે અને પોતાના પ્રમુખ પદ માટેની કલ્પનાઓ વિશે કહ્યુ હતુ કે રાજકારણ એ નથી કે જે તમારા રસ્તામાં અડચણ ઉભી કરનારાઓનુ નામોનિશાન મીટાવી દે ! તમારા માટેની અસ્વીકાર્યતા મતલબ લડાઈ નથી. આપણે માનવતાના વિરોધથી ઉપરવટ જઈ આગળ વધતા રહીએ.

(12:54 pm IST)