Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

બર્ડ ફ્લૂનો હાઉ : FSSAI દ્વારા એડવાઈઝરી જાહેર : અડધુ પાકેલું ચિકન અને ઈંડા ખાવાનું ટાળવું જોઈએ

મુર્ગીના માંસને સરખી રીતે પકાવી ખાવાનું અને ખુલ્લામાં ન રાખવાની સલાહ

નવી દિલ્હી : દેશભરમાં ફેલાતા બર્ડ ફ્લૂના મામલાને ધ્યાનમાં રાખીને ભારતીય ખાદ્ય સંરક્ષા અને માનવ પ્રાધિકરણએ એક એડવાઈઝરી જાહેર કરી છે. FSSAIએ લોકોને બર્ડ ફ્લૂ દરમ્યાન અડધા બફાયેલા ઈંડા અને અર્ધૂ પાકેલું ચિકન નહીં ખાવાની સલાહ આપી છે. આ ઉપરાંત મુર્ગીના માંસને સરખી રીતે પકાવી ખાવાનું અને ખુલ્લામાં ન રાખવાની સલાહ આપી છે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનવ પ્રાધિકરણે પણ ઉપભોક્તાઓ અને ખાદ્ય વ્યવસાયોને આગ્રહ કર્યો છે કે ગભરાઈ નહીં.

દેશભરમાં લગભગ 10 રાજ્યોમાં બર્ડ ફ્લૂ સંક્રમણની પુષ્ટિ થઈ ચૂકી છે. અને દિલ્હી સહિત અન્ય શહેરોમાં પણ બર્ડ ફ્લૂના સંકેત મળ્યા છે. જાનવરોમાં બર્ડ ફ્લૂના વધતા કેસ અમે લોકોમાં ખોફને જોઈને ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણે આ બારીથી બચવા માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં લોકોને કહેવામાં આવ્યું છે કે, તેઓને ગભરાવાની જરૂર નથી. આપવામાં આવેલ દિશાનિર્દેશનું પાલન કરો. આ ઉપરાંત તે નિશ્ચિત કરો કે, દાના ખાતા પક્ષિઓના માંસ તથા ઈંડા દિશા-નિર્દેશ અનુસાર ખાવા માટે સુરક્ષિત છે.

 

અહિં કોહંડ એરીયામાં કૈલાશ પોલ્ટ્રી અને ઓમ પોલ્ટ્રી ફાર્મ બાદ હવે રાવલ પોલ્ટ્રી ફાર્મમાં પણ 20 હજાર મર્ઘીઓના મોત થવાનો કિસ્સો સામે આવ્યો છે. પોલ્ટ્રી ફાર્મના માલિક દ્વારા આ ખુલાસો કરાયા બાદથી હડકંપ મચ્યો છે. પોલ્ટ્રી ફાર્મના માલિકોનો આરોપ છે કે સરકાર સંબંઘિત વિભાગની ટીમ માત્ર જોઈને જતી રહે છે. અને પક્ષિયોના બચાવમાં કોઈપણ પ્રકારના પગલા લેતી નથી. રાવલ પોલ્ટ્રી ફાર્મના માલિક મદનલાલે કહ્યું કે અમારા ફાર્મ પર લગભગ 55 હજાર મરઘીઓ છે. જેમાંથી 20 હજાર મરઘીઓના મોત થઈ ચૂકયા છે.

(1:41 pm IST)