Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

પોલીસ ખાતાનો આરઆરસેલ વિસર્જીત

રાજયમાં ભૂમાફિયા-લાંચીયા-ટપોરીઓની ખેર નથીઃ PI- PSIના યુનિફોર્મને બોડી કેમેરાથી સજજ કરાશે

એસીબીને ભ્રષ્ટાચારીઓને સામ-સામા લેવા છુટો દોર : કાયદો-વ્યવસ્થા જાળવવા અધિકારીઓને પણ ખુલ્લોદોર

અમદાવાદ  તા. ૨૨ : રાજ્યમાં લાંચ રૂશ્વત વિરોધી ઝૂંબેશના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા એન્ટિ કરપ્શન બ્યૂરોને આવા તત્વોને ઝડપી પાડવા માટે છૂટો દોર આપવામાં આવ્યો છે. એસીબીના વડા કેશવકુમાર અને રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ આ અંગે એક પ્રેસ કૉન્ફરન્સ સંબોધી છે અને તેના વિશે માહિતી આપી છે. સરકાર દ્વારા કરપ્શન અંગે જે રેપિડ કાર્યવાહી કરવામાં આવી રહી છે તે અંગે આજે રૂપાણી સરકારની કામગીરીને બિરાદવતો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. એસીબીના વડા કેશવકુમાર અને મુખ્યમંત્રી રૂપાણીએ આ અંગે માહિતી આપી હતી. આ પ્રેેસ કૉન્ફરન્સમાં સીએમ રૂપાણી, મહેસુલ સચિવ પકંજ કુમાર, રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા, રાજ્યના ગૃહમંત્રી ઉપસ્થિત રહ્યા હતા.

 સીએમ રૂપાણીએ કહ્યું કે કાયદો વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે માથાભારે તત્વો માથું ન ઉંચકે તે માટે લેન્ડગ્રેબિંગ, સાયબર ક્રાઇમ, ટપોરીઓ જે શરૂઆત કરે અને તેને અંકુશમાં ન કરીએ તો મોટી ગેંગ બનતી હોય છે. ગત વિધાનસભામાં અમે ગુંડાધારો, લેન્ડ ગ્રેબિંગ, ખોટા દસ્તાવેજ વગેરેના ગુનાઓ અંગે કાયદા ઘડ્યા છે. આ અંગે સરકારે અધિકારીઓને છૂટો દોર આપ્યો છે. હજુ પણ આપણે એવી રીતે આગળ વધી રહ્યા છે કે ઓછામાં ઓછી ચોક્કસ સજા પડે અને ભ્રષ્ટાચારીઓ પર ધાક બેસાડવી પડે. આવક કરતાં વધુ મિલકતના કેસમાં તો સાત મહિના આઠ મહિના એક કેસમા જતા હોય છે,ત્યારે આવા કેસ માટે જરૂરિયાત મુજબ વધારે સ્ટાફ, સાધનો, ટેકનોલોજી આપણે આપી રહ્યા છે.

 સીએમ રૂપાણીએ આ અંગે જણાવ્યું હતું કે રાજ્યમાં એન્ટિ કરપ્શન બ્યૂરોને સરકાર દ્વારા ફ્રી હેન્ડ આપવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૬માં ૨૫૮ કેસ, ૨૦૧૭માં ૧૪૮, ૨૦૧૮માં ૩૩૨, ૨૦૧૯માં ૨૫૫, ૨૦૨૦માં ૧૯૯ કરપ્શનના કેસ કરવામાં આવ્યા છે. ૨૦૧૬માં ૪૩૩ વ્યકિત, ૨૦૧૭માં ૨૧૩, ૨૦૧૮માં ૭૩૦, ૨૦૧૯માં ૪૭૦, ૨૦૨૦માં ૩૧૦ લાંચિયા વ્યકિતઓની ધરપકડ કરવામાં આવી છે. ૨૦૧૬માં ૨૬ કરોડ, ૨૦૧૮માં ૧૫, ૨૦૧૮માં ૩ કરોડ, ૨૦૧૯માં ૪૭ કરોડ, ૨૦૨૦માં ૫૦.૫૫ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર પકડવામાં આવ્યો છે. ૨૦૨૧માં ૮ દિવસમાં ૩૩ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર પકડવામાં આવ્યો છે. ૨૨૦ કરોડથી વધુની જમીનમાં લેન્ડગ્રેબિંગની અરજી આવી આ પ્રેેસ કૉન્ફરન્સમાં લેન્ડ ગ્રેબિંગ અંગે મહેસૂલ સચિવ પંકજ કુમારે કહ્યું કે સરકારે લેન્ડ ગ્રેબિંગ એકટ પસાર કર્યો હતો. આ અંગે અત્યારસુધીમાં ૬૪૭ અરજીઓ આવી છે જેની તપાસ કરવામાં આવી છે. અત્યારસુધીમાં ૧૬ એફઆઈઆર દાખલ કરી અને ૩૪ લેન્ડગ્રેબરનો સમાવેશ થાય છે. ૧ લાખ ૩૫૦૦૦ ચોરસમીટરથી વધુની જમીન છે. આ જમીનની જંત્રી કિંમત ૨૨૦ કરોડથી વધારે સંકળાયેલી છે. આ ૧૬ એફઆઈઆરથી આટલા મોટા પ્રમાણમાં દબાણ થયેલી જમીનોનાં મામલા સામે આવ્યા છે.

 ૧૨૪૦ વ્યકિતને પાસા થયા

આ પ્રેસ કૉન્ફરન્સમાં ડીજીપી આશિષ ભાટીયા પણ ઉપસ્થિતિ રહ્યા હતા. રાજ્યના પોલીસ વડા ભાટીયાએ જણાવ્યું કે પાસામાં સાયબર ક્રાઇમ સહિતની નવી કેટેગેરી ઉમેરવામાં આવી છે. ૩૧ માર્ચ ૧૨૪૦ વ્યકિતઓને પાસા કરવામાં આવ્યા છે. પાસાનો ઉપયોગ કરી માથાભારે વ્યકિતઓને જેલમાં ધકેલવામાં આવ્યા છે. આ સાથે ગુજસીટોકનો કાયદો ઘડવામાં આવ્યો છે. અત્યારસુધીમાં કુલ ૧૧ કેસમાં ૧૦૦થી વધુ માથાભારે આરોપીઓ સો કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યમાં ૨૦,૦૦૦થી વધુ નાસતા ફરતા આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

 આરઆરસેલની નાબૂદી

 મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે ૧૯૯૫થી ચાલતી આરઆરસેલ નાબૂદ કરવામાં આવી છે. હવે ટૂંક સમયમાં પોલીસના બોડી પર કેમેરો લાગશે તેની સમગ્ર કાર્યવાહી કોઈ ત્રીજી વ્યકિત નિહાળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.  (૪૦.૯)

RRCELLનું કામ શું હોય?

. ગુજરાતના દરેક જિલ્લામાં આર.આર.સેલ અને રેન્જ સ્કવોર્ડ હોય છે

. રેન્જ IGના સીધા માર્ગદર્શન હેઠળ આર.આર.સેલ કામ કરે છે

. ૩ કે ૪ જિલ્લા મળીને ગુજરાતમાં એક રેન્જ બનાવવામાં આવી છે

. રેન્જના વડા IGP કક્ષાના અધિકારી હોય છે

. ત્રણ-ચાર જિલ્લાના મળીને બનેલા રેન્જ વિસ્તારમાં આર.આર.સેલ કામ કરે છે.

. કોઈ ગંભીર ગુનાના ડિટેકશનનું કામ IGP સેલના અધિકારીને સોંપે છે

. નશીલા પદાર્થોના વેપાર-નિયમન અંગે પણ સીધી કામગીરી આર.આર.સેલ કરે છે.

. રેન્જમાં ચાલતી કોઈપણ ગેરકાયદે પ્રવૃત્ત્િ। વિશે આર.આર.સેલ કાર્યવાહી કરે છે.

.પોલીસ સ્ટેશનની પહોંચ ન હોય તેવા ગુનાઓ આર.આર.સેલ ડિટેકટ કરતા હોય છે.

R R સેલ બંધ કેમ થયો?

 . એક મહિના પહેલા આણંદના એક ઉદ્યોગગૃહ પર દરોડા થયા હતા.

.  દરોડા રેન્જ IGનામાર્ગદર્શનમાં  R R સેલએ કર્યા હતા.

. દરોડા દરમિયાન સેટલમેંટ માટે ઉદ્યોગ પાસેથી લાંચ માગવામાં આવી હતી.

. સેટલમેંટના અંતે RR સેલના પોલીસકર્મીએ ૫૦ લાખમાં સેટિંગ કર્યું હતું.

. ઉદ્યોગે ૫૦ લાખ માગ્યાની જાણ ACBને કરી હતી

. ACBએ છટકું ગોઠવ્યું તો RR સેલના કોન્સ્ટેબલ ૫૦ લાખ લેતા પકડાયા હતા.

. ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટી લાંચ લેતા આ કોન્સ્ટેબલ પકડાયો હતો

. પોલીસ અધિકારીઓનો ખાસ કોન્સ્ટેબલ પકડાતા પોલીસ વિભાગમાં હાહાકાર મચી ગયો હતો.

. ગુજરાત સરકાર માટે પણ આત્મમંથન કરવા જેવી આ દ્યટના હતી

. આણંદની આ દ્યટના પછી સરકારે આત્મમંથન કર્યું અને હવે RR સેલને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે .

(3:38 pm IST)
  • રામ મંદિર નિર્માણ માટે વિજયભાઈએ ૫ લાખ અને રામભાઈ મોકરિયાએ ૧૧ લાખ જાહેર કર્યા: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટ ખાતે શ્રેષ્ઠઈઓની બેઠકમાં અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે પાંચ લાખ રૂપિયાના દાનની જાહેરાત કરી છે, જ્યારે મારુતિ કુરિયર પ્રાઇવેટ લિમિટેડના શ્રી રામભાઈ મોકરિયાએ રામ મંદિર નિર્માણ માટે ૧૧ લાખ રૂપિયાની જાહેરાત કરી હતી. access_time 12:19 am IST

  • મે મહિનામાં યોજાશે કોગ્રેસ અધ્યક્ષની ચૂંટણી : સીડબલ્યુસીની બેઠકમાં લેવાયો નિર્ણય access_time 12:14 pm IST

  • દેશમાં કોરોના થાક્યો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 14,246 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,40,669 થઇ :એક્ટિવ કેસ 1,82,891 થયા: વધુ 17,034 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,99,931 થયા :વધુ 151 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,218 થયા access_time 1:07 am IST