Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

મે મહિનામાં યોજાશે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી : CWC બેઠકમાં લેવાયો નિર્ણય

સોનિયા ગાંધીએ મોદી સરકાર પર જોરદાર નિશાન સાધ્યું

નવી દિલ્હી તા. ૨૨ : કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી આ વર્ષે મે મહિનામાં કરાવશે. શુક્રવારના રોજ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં તેનું એલાન કરાયું તેવી માહિતી સૂત્રોએ આપી છે. આ વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણીઓ  બાદ કોંગ્રેસ પાર્ટી સંગઠનની ચૂંટણી કરશે, જેમાં અધ્યક્ષ પદની ચૂંટણી સૌથી અગત્યની છે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાઇ.

લોકસભા ચૂંટણી ૨૦૧૯ બાદ રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ પાછા સોનિયા ગાંધીએ અધ્યક્ષ પદની કમાન સંભાળી હતી. કોંગ્રેસમાં લાંબા સમયથી અંદાજો લગાવામાં આવી રહ્યો છે કે રાહુલ ગાંધીની ફરીથી અધ્યક્ષ પદ પર તાજપોશી થઇ શકે છે. જો કે કેટલીય વખત ગાંધી પરિવારથી અલગ અધ્યક્ષ બનવાનો અવાજ પણ પાર્ટીમાં ઉઠ્યો છે.

બેઠકમાં પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાના સંબોધનમાં મોદી સરકાર પર જોરદાર નિશાન સાંધ્યું. સોનિયા ગાંધીએ કહ્યું કે મોદી સરકારે સંવેદનહીનતા અને અહંકારની તમામ હદો પાર કરી દીધી છે. ખેડૂત આંદોલનને સોનિયા એ કહ્યું કે આ કાયદાને સરકારે ઉતાવળમાં પસાર કરી દીધો. સંસદમાં કૃષિ કાયદાને વ્યવસ્થિત રીતે સમજવાની તક આપી નથી અને હવે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. કોંગ્રેસે પહેલાં જ ત્રણેય કાયદાને ધડમૂળથી નકારી દીધી હતા, આ કાયદો MSPથી લઇ ખાદ્ય સુરક્ષા સુધી પ્રશ્ન ઉભા કરે છે.

પોતાના સંબોધનમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા એક ગંભીર વિષય છે, પાછલા દિવસોમાં જે ગોપનીય માહિતી લીક થવાનો મામલો સામે આવ્યો છે તે ગંભીર મુદ્દો છે, તેના પર સરકારે મૌન સાધ્યું છે.

(3:50 pm IST)