Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જા બાઇડને ઇમિગ્રેશન બિલ સંસદમાં મોકલી દીધુઃ ૫ લાખ ભારતીયો માટે ગ્રીન કાર્ડનો માર્ગ મોકળો

વૉશિંગ્ટન: અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઈડને બુધવારે ઈમિગ્રેશન બિલ સંસદમાં મોકલી દીધુ છે. ઈમિગ્રેશન સબંધિત આ બિલમાં વ્યાપક સુધારાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. આ સુધારા થકી અમેરિકામાં રહેતા લાખો ભારતીયોના ગ્રીન કાર્ડનો માર્ગ મોકળો બની શકે છે. US સિટિઝનશિપ એક્ટ ઑફ 2021 નામના આ બિલમાં ગ્રીન કાર્ડ માટે દરેક દેશ માટેના નક્કી કરેલા ક્વોટાની વ્યવસ્થાને ખતમ કરવાનો પ્રસ્તાવ પણ છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે, આ પગલાથી લાખો ભારતીય આઈટી પ્રોફેશન્લને ફાયદો થઈ શકે છે. તેઓ વર્ષોથી ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યાં છે. આ કાર્ડ મળવાથી અમેરિકામાં કાયમી વસવાટ અને કામ કરવાનો અધિકાર મળી જાય છે.

આ બિલમાં H1-B વિઝા ધારકો પર ડિપેન્ડેડ લોકોને કામ કરવાનો અધિકાર આપવાની પણ રજૂઆત કરવામાં આવી છે. અમેરિકામાં આ વિઝા પર મોટી સંખ્યામાં ભારતીય આઈટી પ્રોફેશનલ્સ કામ કરી રહ્યાં છે.

એક અંદાજ મુજબ, અમેરિકામાં અંદાજે 1.1 કરોડ લોકો કોઈ ડૉક્યુમેન્ટ્સ વિના રહે છે. જેમાંથી 5 લાખ ભારતીયો પણ હોવાનું કહેવાય છે. આ બિલ પાસ થવા પર આવા લોકોને નાગરિક્તા મળવાનો માર્ગ મોકળો થઈ શકે છે. ટ્રમ્પે H1-B વિઝા અને ગ્રીન કાર્ડ સહિત નાગરિક્તાના નિયમો ખૂબ જ કડક કરી રાખ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ બન્યાના તરત બાદ જો બાઈડને પોતાના કાર્યકાળના પ્રથમ દિવસે જ 17 કાર્યકારી આદેશો પર હસ્તાક્ષર કરીને પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પની અનેક વિદેશ નીતિઓ અને રાષ્ટ્રીય સુરક્ષા સંદર્ભના નિર્ણયોને પલટી નાંખ્યા છે.

આ નિર્ણયોમાં પેરિસ ક્લાઈમેટ ચેન્જ સમજૂતિમાં ફરીથી જોડાવવા, WHO થી અમેરિકાના અલગ થવાની પ્રક્રિયા પર રોક, 17 મુસ્લિમ અને આફ્રિકન દેશોના નાગરિકોના પ્રવાસ પર લાગેલા પ્રતિબંધો હટાવવા સાથે જ મેક્સિકો બોર્ડર પર દીવાલ બનાવવાના કામ પર રોક લગાવવાના નિર્ણય સામેલ છે.

(4:53 pm IST)
  • રામ મંદિર નિર્માણ માટે વિજયભાઈએ ૫ લાખ અને રામભાઈ મોકરિયાએ ૧૧ લાખ જાહેર કર્યા: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટ ખાતે શ્રેષ્ઠઈઓની બેઠકમાં અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે પાંચ લાખ રૂપિયાના દાનની જાહેરાત કરી છે, જ્યારે મારુતિ કુરિયર પ્રાઇવેટ લિમિટેડના શ્રી રામભાઈ મોકરિયાએ રામ મંદિર નિર્માણ માટે ૧૧ લાખ રૂપિયાની જાહેરાત કરી હતી. access_time 12:19 am IST

  • ગુજરાતમાં પણ ઝડપભેર લવ જેહાદ વિરુદ્ધ કાયદો આવી રહ્યો છે : ગુજરાત સરકાર નજીકના ભવિષ્યમાં લવ જીહાદ વિરુદ્ધ નવો કાનૂન લાવી રહી છે કોંગ્રેસ પક્ષની આંતરિક ચૂંટણીઓ મે મહિનામાં યોજાય તેવી સંભાવના છે આજે કોંગ્રેસની કારોબારી બેઠક મળી રહી છે access_time 11:44 am IST

  • દેશમાં કોરોના હાંફી ગયો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,692 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,25,420 થઇ :એક્ટિવ કેસ 1,86,558 થયા: વધુ 16,288 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,81,391 થયા :વધુ 147 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,053 થયા access_time 1:02 am IST